નવી દિલ્હીઃ Reliance Jioની પાસે એવા ઘણા રિચાર્જ પ્લાન છે જે 1 વર્ષની વેલિડિટીની સાથે આવે છે. પરંતુ એક એવો પણ જીયો પ્રીપેડ રિચાર્જ પ્લાન છે જેની વેલિડિટી 336 દિવસ છે. જીયો ગ્રાહકોને કંપની 2599 રૂપિયા, 2399 રૂપિયા અને 4999 રૂપિયા સિવાય 1299 રૂપિયા વાળો પ્લાન પણ ઓફર કરે છે જે 366 દિવસની વેલિડિટીની સાથે આવે છે. આ પ્લાન કંપનીએ 'Others' કેટેગરીમાં લિસ્ટ કર્યો છે. આવો તમને આ પ્લાન વિશે તમામ માહિતી આપીએ.
1,299 રૂપિયા વાળો જીયોનો પ્લાન
જીયોના 1299 રૂપિયા વાળા રિચાર્જ પ્લાનની વેલિડિટી 336 દિવસ છે. આ પ્રીપેડ પેકમાં કુલ 24 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. કંપની દ્વારા ઓફર કરવામાં આવેલ હાઈ-સ્પીડ 24 જીબી ડેટા પૂરો થયા બાદ સ્પીડ ઘટીને 64Kbps રહી જાય છે.
આ પણ વાંચોઃ Jioએ ગ્રાહકોને આપ્યો ઝટકો, બંધ કર્યા આ 4 સસ્તા રિચાર્જ પ્લાન
IUC ચાર્જ ખતમ થયા બાદ મુકેશ અંબાણીના નેતૃત્વ વાળી જીયો આ રિચાર્જ પ્લાનમાં અનલિમિડેટ વોઇસ કોલ ઓફર કરે છે. જીયોના આ રિચાર્જ પેકમાં કુલ 3600 એસએમએસ મળે છે. આ સિવાય જીયો એપ્સનું સબ્સક્રિપ્શન પણ ગ્રાહકોને ફ્રી મળે છે.
ધ્યાન આપવા જેવી વાત છે કે જીયોની પાસે 'Others' કેટેગરીમાં બે વધુ સસ્તા પ્લાન છે જેનો ભાવ ક્રમશઃ 329 રૂપિયા અને 128 રૂપિયા છે. આ બંન્ને જીયો પ્રીપેડ પેકમાં પણ અનલિમિડેટ કોલ ઓફર કરવામાં આવે છે અને તેની વેલિડિટી ક્રમશઃ 84 અને 28 દિવસ છે. 4999 રૂપિયા વાળા લોન્ગ-ટર્મ પ્રીપેડ પ્લાનમાં 350GB હાઈ-સ્પીડ ડેટા ગ્રાહકોને મળે છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસ છે.
ટેક્નોલોજીના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે