Home> Technology
Advertisement
Prev
Next

Reliance Jio vs Airtel vs Vodafone: અનલિમિટેડ કોલિંગ માટે બેસ્ટ પ્લાન, ડેટાનો પણ ફાયદો

જો તમે તે યૂઝરોમાંથી છો જેને ડેટાથી વધુ કોલિંગની જરૂર પડે છે, તો અહીં અમે તમને રિલાયન્સ જીયો, વોડાફોન અને એરટેલના કેટલાક બેસ્ટ પ્લાન્સ વિશે જણાવી રહ્યાં છીએ. 
 

Reliance Jio vs Airtel vs Vodafone: અનલિમિટેડ કોલિંગ માટે બેસ્ટ પ્લાન, ડેટાનો પણ ફાયદો

નવી દિલ્હીઃ ડિસેમ્બર 2019માં ટેરિફ મોંઘા થયા બાદ હવે ટેલિકોમ કંપનીઓ યૂઝરોને નવા-નવા પ્લાન્સ ઓફર કરીને લલચાવવાના પ્રયત્નમાં લાગેલી છે. ટેરિફમાં ભાવ વધ્યા બાદ પ્લાન્સમાં મળતા ફાયદામાં પણ ઘણા ફેરફાર આવ્યા છે. જો તમે તે યૂઝરોમાંથી છો જેને ડેટાથી વધુ કોલિંગની જરૂર પડે છે, તો અહીં અમે તમને રિલાયન્સ જીયો, વોડાફોન અને એરટેલના કેટલાક બેસ્ટ પ્લાન્સ વિશે જણાવી રહ્યાં છીએ. આ પ્લાન્સમાં અનલિમિટેડ કોલિંગની સાથે એક વર્ષ સુધીની વેલિડિટી અને ડેટા પણ ઓફર કરવામાં આવી રહ્યો છે. 

fallbacks

અનલિમિટેડ કોલિંગ વાળા વોડાફોનના બેસ્ટ પ્લાન
કોલિંગ માટે સસ્તામાં વોડાફોનનો 199 રૂપિયાનો પ્લાન બેસ્ટ કહી શકાય છે. 24 દિવસની વેલિડિટીની સાથે આવનારા આ પ્લાનમાં દેશભરમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગ આપવામાં આવી રહી છે. આ પ્લાનમાં કંપની યૂઝરને 1 જીબી ડેટા પણ મળે છે. કંપની પોતાના યૂઝરને એક મેનુઅલ પ્લાન આપી રહી છે. 1499 રૂપિયાની કિંમતમાં આવતા આ પ્લાનમાં 365 દિવસની વેલિડિટીની સાથે ફ્રી કોલિંગ અને કુલ 24 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. 

કોલિંગ માટે એરટેલનો બેસ્ટ પ્રીપેડ પ્લાન
એરટેલના 149 રૂપિયાવાળા પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ મળે છે. 28 દિવસની વેલિડિટીની સાથે આવતા આ પ્લાનમાં કંપની 2 જીબી ડેટાની સાથે 300 ફ્રી એસએમએસ પણ આપી રહી છે. આ પ્લાનને સબ્સક્રાઇબ કરનારા યૂઝરોને એરટેલ એક્સટ્રીમ એપના ફ્રી એક્સેસની સાથે અનલિમિટેડ હેલો ટ્યૂન્સ અને વિંક મ્યૂઝીકની ફ્રી મેમ્બરશિપ પણ ઓફર કરવામાં આવી રહી છે. કંપની યૂઝરને 1498 રૂપિયાનો એક એનુઅલ રિચાર્જ પ્લાન પણ આપી રહી છે. તેમાં 365 દિવસ માટે ફ્રી કોલિંગની સાથે 24 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. તેમાં યૂઝરને એરટેલ એક્સટ્રીમ એપ પ્રીમિયમ, અનલિમિટેડ ફ્રી હેલોટ્યૂન્સ, ફ્રી વિંક મ્યૂઝિક મેમ્બરશિપની સાથે FASTagની ખરીદી પર 150 રૂપિયાનું કેશબેક આપવામાં આવી રહ્યું છે. 

રિલાયન્સ જીયોના અનલિમિટેડ કોલિંગ વાળા પ્લાન
રિલાયન્સ જીયો યૂઝરને અનલિમિટેડ કોલિંગ આપતું નથી. કંપનીના 129 રૂપિયા વાળા કેપમાં જીયો-ટૂ-જીયો અનલિમિટેડ કોલિંગ મળે છે. તો બીજા નેટવર્ક પર કોલ માટે આ પ્લાનમાં 1000 મિનિટ મળે છે. 28 દિવસની વેલિડિટી વાળા આ પ્લાનમાં કુલ 2 જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. જીયોની પાસે 1299 રૂપિયાનો વધુ એક પ્લાન છે. તેમાં 365 દિવસની વેલિડિટી સાથે 24 જીબી ડેટા અને અન્ય નેટવર્ક પર 12 હજાર મિનિટ આપવામાં આવી રહી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More