Self Balancing Electric Scooter: વર્ષ 2019માં મુંબઇ સ્થિત લાઇગર મોબિલિટીએ સેલ્ફ બેલેન્સિંગ અને સેલ્ફ પાર્કિંગ ટેકનોલોજીથી સજ્જ સ્કૂટર રજૂ કર્યું હતું. હવે કંપનીએ પુષ્ટિ કરી છે કે, આ પ્રોડક્શન રેડી ઇલેક્ટ્રિક સ્કૂટર 2023માં ઓટો એક્સ્પોમાં ગ્લોબલ ડેબ્યૂ કરશે.
સેલ્ફ બેલેન્સિંગ ટેકનોલોજીથી સજ્જ સ્કૂટર
સ્કૂટર ચાલકને મળી રહેશે સુરક્ષા
લાઇગર મોબિલિટી કંપનીની આગવી પહેલ
લાઇગર મોબિલિટી કંપનીએ બેલેન્સિંગ ટેકનોલોજીને ઇન હાઉસ ડેવલપ કરી છે. આ ટેકનોલોજી સ્કૂટરનું ઓટોમેટિક બેલેન્સ કરશે. જેના કારણે ચાલકને સુરક્ષા મળી રહેશે. કંપનનીનો દાવો છે કે, ઓટો બેલેન્સિંગ ટેકનોલોજીથી રાઇડિંગનો અદ્દભૂત આનંદ મળશે.
એકદમ તગડો રિચાર્જ પ્લાન, મળશે આખું વર્ષ વેલિડિટી, ફ્રી કોલ, ડેટા અને ઢગલો ફાયદા
જિયો યૂઝર્સ માટે ખુશખબર, 'છોટા પેક બડા ધમાકા' જેવી જબરદસ્ત ઓફર, ડેટાનું ટેન્શન ખતમ!
આ SUVની માર્કેટમાં છે ધૂમ! Brezza, Creta કે Punch બધી ગાડીઓ એની સામે છે ફેલ!
રેટ્રો સ્ટાઇલમાં જોવા મળતું આ સ્કૂટર આધુનિક ફિચર્સથી સજ્જ છે. સ્કૂટરનું ફ્રન્ટ એપ્રન પર ડેલ્ટા શેપ એલઇડી હેડલેમ્પ છે. જેના ફ્રન્ટમાં ટોપ ફેયરિંગ અને હોરિઝન્ટલ એલઇડી ડેટાઇમ રનિંગ લાઇટ આપવામાં આવી છે.
સેલ્ફ બેલેન્સિંગ સ્કૂટરના ફીચર્સની વાત કરીએ તો, આ ઇલેક્ટ્રિક સ્કૂટર ઓલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કંટ્રોલ, એલઇડી ટેલ-લાઇટ, ટેલિસ્કોપિક ફ્રંટ સસ્પેંશનસ અને એલોય વ્હિલ્સ જેવા ફીચર્સ સાથે ઉપલબ્ધ થશે. બ્રેક માટે સ્કૂટરના ફ્રંટમાં ડિસ્ક બ્રેક અને બેક સાઇડમાં ડ્રમ બ્રેક આપવામાં આવી છે.
જુઓ લાઈવ ટીવી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે