Home> Technology
Advertisement
Prev
Next

ફેસબુક અને ઇંસ્ટાગ્રામે યૂજર્સે આપી આ સુવિધા, હવે પોસ્ટ બનશે વધુ મજેદાર

ફેસબુકે કહ્યું કે 'આ સુવિધા આજથી શરૂ થઇ રહી છે. હવે ભારતીય ઉપયોગકર્તા હજારો લાઇસન્સ પ્રાપ્ત ભારતીય સંગીતને ફેસબુક પર પોતાની પોસ્ટ અને વીડિયો સાથે શેર કરી શકે છે.

ફેસબુક અને ઇંસ્ટાગ્રામે યૂજર્સે આપી આ સુવિધા, હવે પોસ્ટ બનશે વધુ મજેદાર

નવી દિલ્હી: મોટાભાગે તમે કોઇ ગીત સાંભળી રહ્યા છો અથવા તમને કોઇ ગીત ખૂબ પસંદ આવે છે. ત્યારે તમારું મન થતું હોય છે કે તેના વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મિત્રોને જણાવીએ અથવા કોઇ વિડીયો સાથે શેર કરો. ફેસબુકે આ સુવિધા માટે ઘણી ભારતીય સંગીત કંપનીઓ સાથે કરાર કર્યો છે. ફેસબુકે ગુરૂવારે એક નિવેદનમાં આ જાણકારી આપી છે. કંપનીએ ટી-સીરીઝ મ્યૂઝિક અને યશ રાજ ફિલ્મ્સ સહિત ઘણી અન્ય ભારતીય સંગીત કંપનીઓ સાથે કરાર કર્યો છે. તેનાથી ઉપયોગકર્તાઓના ફેસબુક પર પોતાના પોસ્ટ અથવા વીડિયો સાથે સંગીતને શેર કરવાની સુવિધા મળશે. ઇસ્ટાગ્રામ પર પણ લોકોને સુવિધા મળશે. 

fallbacks

પોપ-અપ સેલ્ફી કેમેરા સાથે ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થઇ શકે છે Vivo S1

ફેસબુકે કહ્યું કે 'આ સુવિધા આજથી શરૂ થઇ રહી છે. હવે ભારતીય ઉપયોગકર્તા હજારો લાઇસન્સ પ્રાપ્ત ભારતીય સંગીતને ફેસબુક પર પોતાની પોસ્ટ અને વીડિયો સાથે શેર કરી શકે છે. આ તેને પોતાની પોસ્ટને વધુ અર્થપૂર્ણ તથા ખાસ બનાવવામાં મદદ કરશે.' આ ભાગીદારી પહેલાં ફેસબુક આ પ્રકારના ગીતોનો ઉપયોગ કરી બનાવવામાં આવેલા વીડિયો અથવા પોસ્ટ કોપીરાઇટ મામલાને હટાવી દે છે.  

Airtel નો આ પ્લાન ખરીદશો તો ફ્રીમાં મળશે 4G હોટસ્પોટ

ફેસબુકના ભારતીય બિઝનેસના નિર્દેશક અને ભાગીદારી પ્રમુખ મનીષ ચોપડાએ કહ્યું 'અમે ભારતના સંગીત ઉદ્યોગની સાથે ભાગીદારીને લઇને ખૂઓબ ઉત્સાહિત છે. તેનો વિચાર બસ એ છે કે હિંદુસ્તાઅન્માં લોકો ફેસબુક અને ઇસ્ટાગ્રામ પર પોતાના વીડિયોમાં સંગીતને પણ સામેલ કરી શકશે. આ મિત્રો અને પરિવારના સભ્યો સાથે યાદગાર પળોને શેર અને અભિવ્યક્ત કરવાના ઘણા અન્ય વિકલ્પ આપશે. આ ભાગીદારી બાદ લોકો પોતાના વીડિયોમાં 'ગલી બોય'ના 'પોતાના ટાઇમ આવશે' જેવા નવા ગીતોને લઇને ઘણા જૂના અને ક્ષેત્રીય ગીતોને પણ શેર કરી શકશો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More