Home> Technology
Advertisement
Prev
Next

આ રીતે બનાવો પોતાના નામની Ringtone,આ 6 સ્ટેપ્સથી થઈ જશે કામ, જાણો પ્રોસેસ

Ringtone Maker: નામવાળી રિંગટોનને સાંભળીને આપણે બધા શોધવા લાગીએ છીએ કે આપણા નામની રિંગટોન ક્યાં મળશે. પરંતુ આટલી સરળતાથી ખુદના નામની રિંગટોન મળતી નથી. બે રીતે સરળતાથી રિંગટોન બનાવી શકાય છે. આવો જાણીએ. 

આ રીતે બનાવો પોતાના નામની  Ringtone,આ 6 સ્ટેપ્સથી થઈ જશે કામ, જાણો પ્રોસેસ

નવી દિલ્હીઃ How To Make Ringtone: એક જમાનો હતો જ્યારે રિંગટોન્સની બોલબાલા હતી. ગમે તે ગીત ટ્રેન્ડ કરતું હતું તો લોકો તેની રિંગટોન બનાવીને ફોનમાં સેટ કરી દેતા હતા. ઘણીવાર આપણે કોઈ અજાણ્યા ફોનની રિંગટોન સાંભળીએ તો તેને શોધતા હતા કે તે ક્યાંથી મળશે. ઘણીવાર આપણે એવી રિંગટોન પણ સાંભળીએ છીએ જ્યાં સામે વાળાનું નામ સાંભળવા મળે છે. નામ વાળી રિંગટોનને સાંભળીને આપણે તેને ઓનલાઇન શોધીએ કે આપણા નામની રિંગટોન ક્યાં મળશે. પરંતુ આટલી સરળતાથી ખુદના નામની રિંગટોન બનતી નથી. બે રીતે સરળતાથી રિંગટોન બનાવી શકાય છે. આવો જાણીએ.

fallbacks

App થી તૈયાર કરો રિંગટોન
- પ્લે સ્ટોર પર  FDMR – Name Ringtones Maker App સર્ચ કરો.
- આ એપની મદદથી પોતાના નામની MP3 માં રિંગટોન બનાવી શકાય છે. 
- ઈન્સ્ટોલ એપને ઓપન કરો.
- યૂઝર્સને ઓડિયો કનવર્ટર પણ મળશે. આ એપ દરેક ફોર્મેટને સપોર્ટ કરે છે.
- પોતાના નામના ઓડિયોને રેકોર્ડ કરો. ગીતની ફાઇલને પણ તેમાં એડ કરી શકાય છે.
- રિંગટોન સામે આવ્યા બાદ તમે તેને સેવ કરી લો.

આ પણ વાંચોઃ Jio ના આ રિચાર્જમાં 388 દિવસની વેલિડિટી, દરરોજ 2 GB ડેટા અને અનલિમિટેડ કોલિંગની મજા

વેબસાઇટથી બનાવો રિંગટોન
- ઘણી થર્ડ પાર્ટી એપ્સ છે, જ્યાંથી રિંગટોન બનાવી શકાય છે. તમારે freedownloadmobileringtones પર જવું પડશે.
- અહીં તમને ‘Search Ringtones’નો ઓપ્શન જોવા મળશે. ત્યાં તમારૂ નામ સર્ચ કરો.
- ત્યાં તમારા નામની રિંગટોન સામે આવી જશે અને સાંભળીને તમે ડાઉનલોડ કરી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More