નવી દિલ્હીઃ તમે નવો સ્માર્ટફોન ખરીદવાનો પ્લાન કરી રહ્યાં છે તો વધુ રાહ જોવી મોંઘી પડી રહી છે. આમ તો સ્માર્ટફોનની દુનિયામાં દરરોજ નવા-નવા મોડલ લોન્ચ થઈ રહ્યા છે. વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઇન સ્ટડીને કારણે સ્માર્ટફોનની ડિમાન્ડમાં તેજી આવી છે. પરંતુ હાલમાં આવેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વર્ષે ફોન મોંઘા થઈ શકે છે. જાણો શું છે સમગ્ર ઘટના.
હકીકતમાં Canalys ના એનાલિસ્ટ વરૂણ કન્નડે જણાવ્યુ કે 2021માં સ્માર્ટફોનની એવરેજ સેલિંગ પ્રાઇઝ વધી જશે. કારણ છે કે સ્માર્ટફોનમાં ઉપયોગ થતા કંપોનેન્ટ્સની સપ્લાઈ ઘટી રહી છે. સાથે રૂપિયો પણ નબળો પડી રહ્યો છે. આ કારણે સ્માર્ટફોન બનાવનારી કંપની ફોનના ભાવમાં વધારો કરી શકે છે.
સૌથી વધુ કોના પર અસર પડશે
તેમણે આગળ જણાવ્યું કે, 2021માં સ્માર્ટફોનની કિંમતો વધવાની સૌથી વધુ અસર 15000 રૂપિયાથી ઓછી કિંમતના સ્માર્ટફોન ખરીદનારા ગ્રાહકો પર પડશે. મહત્વનું છે કે પાછલા વર્ષે ભારતમાં લોન્ચ થયેલા 81 ટકા સ્માર્ટફોનની કિંમત 15 હજારથી ઓછી હતી.
ભારતીય સ્માર્ટફોન બજારને આ વર્ષના ક્વાર્ટરમાં ખુબ સારો રિસ્પોન્સ મળ્યો. કારણ કે તે સમયે ભારત કોરોના મહામારીના પ્રભાવમાંથી બહાર આવતુ જોવા મળી રહ્યું હતું. પ્રથમ ક્વાર્ટરમાં ફોન બજારમાં 11 ટકાની વૃદ્ધિ થઈ. પરંતુ હવે માર્કેટ રિસર્ચ ફર્મ કૈનાલિસે અનુમાન લગાવ્યું છે કે આ વર્ષનું બીજુ ક્વાર્ટર પ્રથમ ક્વાર્ટરથી વિપરીત રહેવાનું છે કારણ કે કોરોના સંક્રમણની લહેર દેશને તબાહ કરી રહી છે. જેના કારણે લોકો ફોન પર વધુ પૈસા ખર્ચ કરતા ડરશે. તેવામાં ભારતમાં સસ્તા બજેટ સ્માર્ટફોનના ભાવમાં વધારો થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે