નવી દિલ્હી: તમે 50 લાખ રૂપિયાની કાર વિશે તો તમે જરૂર સાંભળ્યું હશે પરંતુ આ કિંમત કિંમતની TV ભારતીય ગ્રાહકો માટે જરૂર આશ્વર્યની વાત હશે. ઇલેક્ટ્રોનિક ઉત્પાદન બનાવનાર કંપની સોની (Sony) 2019ના લાઇન-અપને હાઇ-એંડ ટેલિવિઝન મોડલ્સની સાથે લોન્ચ કરવાની છે.
તેમાં 98 ઇંચની 8કે ટીવીની કિંમત 70,000 ડોલર છે, જોકે ભારતમાં 50 લાખ રૂપિયામાં મળશે. આ કિંમત ઓડી એ3, બીએમડબ્લ્યૂ 3 સીરીઝ અને મર્સિડીઝ-બેંજ સીએલએ જેવી ઘણી લક્સરી કારોથી પણ વધુ છે. તેની કિંમત 13 હજાર ડોલરથી શરૂ થાય છે.
30 એપ્રિલ સુધી કરી લો આ કામ, ગેરેન્ટી ડબલ થઇ જશે તમારા PF પૈસા
ઝેડ9જી આ વર્ષ જૂનમાં રિલીઝ થશે
એનગેજેટની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સોનીના માસ્ટર સીરીઝ ઝેડ9જી આ વર્ષ જૂનમાં રિલીઝ થશે. આ ટીવી એક્સ1 અલ્ટીમેટ પ્રોસેસરની સાથે આવશે, જેને 8કે આઉટપુટ્સ માટે 3.3 કરોડ પિક્સલ્સને સંભાળવા માટે ઓપ્ટિમાઇઝ્ડ કરવામાં આવશે. આ ટીવીમાં 8કે એક્સ-ટેંડેડ ડાયનેમિક રેંજ પીઆરઓ અને બેકલાઇટ માસ્ટર ડ્રાઇવ સાથે ફૂલ-એરે લોકલ ડિમિંગ ફીચર છે.
છ વર્ષમાં 95 ટકા સસ્તો થયો ડેટ, 2023 સુધી આટલા વધી જશે ઇન્ટરનેટ યૂજર્સ
શું હોય છે 8K રિઝોલ્યૂશન
8K રિઝોલ્યૂશન તે TV ની સ્ક્રીન અથવા ડિસ્પ્લે વિશે જણાવવામાં આવ્યું છે. એટલે કે 8000 પિક્સલ. ઘણી કંપનીઓએ 4K પિક્સલ સુધી ટીવી ભારતીય બજારમાં ઉતાર્યા છે. જે TV નું રિઝોલ્યૂશન જેટલું વધુ હશે પિક્ચર એટલું ક્લિયર દેખાશે. 8K UHD ને ફૂલ UHD, FUHD અથવા ફૂલ અલ્ટ્રા UHD પણ કહે છે.
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે