Home> Technology
Advertisement
Prev
Next

Paytm યૂઝર્સ માટે સારા સમાચાર, એક ક્લિક પર મળશે 2 લાખ સુધીની Loan

Paytm Loan Scheme: લોન સંપૂર્ણ રીતે ડિજિટલ મળશે કારણ કે લોન એપ્લાઈ કરવાથી લઈને પૈસા તમારા ખાતામાં પહોંચાડવાની પ્રક્રિયા ઓનલાઇન હશે. આ સ્કીમ હેઠળ બેન્ક જઈને દસ્તાવેજ જમા કરાવવાની જરૂર નથી. હાલમાં કંપનીએ જે લોનની સુવિધા શરૂ કરી છે તેનો ફાયદો ઓછા પગારવાળા કર્મચારી, નાના વેપારી અને પ્રોફેશનલ્સને મળશે. 

Paytm યૂઝર્સ માટે સારા સમાચાર, એક ક્લિક પર મળશે 2 લાખ સુધીની Loan

નવી દિલ્હીઃ શું તમે ક્યારેય એવા વોલેટ વિશે સાંભળ્યું છે જે જરૂર પડવા પર પાંચ સો હજાર નહીં પરંતુ બે લાખ સુધીની વ્યવસ્થા કરી આપે. અમે અહીં વાત કરી રહ્યાં છીએ ખિસ્સામાં રખાવા વોલેટની નહીં પરંતુ સ્માર્ટ ફોનની અંદર રહેલા ઈ-વોલેટની જેનો ફાયગો કોઈપણ યૂઝર ઉઠાવી શકે છે. હકીકતમાં પેટીએમ (Paytm) વોલેટનો ઉપયોગ કરનાર માટે સારા સમાચાર સામે આવ્યા છે. વિજય શેખર સર્માની માલિકીવાળી કંપની Paytm હવે યૂઝર્સને 5 મિનિટથી પણ ઓછા સમયમાં એમ કહીએ કે 2 મિનિટમાં 2 લાખ રૂપિયાની ઇન્સ્ટન્ટ લોન હાસિલ કરવાની તક આપી રહી છે. 

fallbacks

આ છે ઓનલાઇન પ્રક્રિયા
લોન સંપૂર્ણ રીતે ડિજિટલ મળશે કારણ કે લોન એપ્લાઈ કરવાથી લઈને પૈસા તમારા ખાતામાં પહોંચાડવાની પ્રક્રિયા ઓનલાઇન હશે. આ સ્કીમ હેઠળ બેન્ક જઈને દસ્તાવેજ જમા કરાવવાની જરૂર નથી. હાલમાં કંપનીએ જે લોનની સુવિધા શરૂ કરી છે તેનો ફાયદો ઓછા પગારવાળા કર્મચારી, નાના વેપારી અને પ્રોફેશનલ્સને મળશે. 

ઘરે બેસી મળશે લોન
આ સ્કીમ હેઠળ પેટીએમ યૂઝર્સ ઘરે બેઠા-બેઠા પોતાના મોબાઇલથી લોન એપ્લાઈ કરી શકે છે. પ્રોસેસ પૂરી થવાની થોડી મિનિટોમાં તમારા ખાતામાં બે લાખ રૂપિયા આવી જશે. ઇન્સ્ટન્ટ પર્સનલ લોન લેવા માટે ગ્રાહકે પેટીએમ એપમાં જઈને ફાઇનાન્શિયલ સર્વિસ ઓપ્શનમાં પર્સનલ લોન ટેબ પર ક્લિક કરી એપ્લાઈ કરવું પડશે. ત્યાર બાદ માંગવામાં આવેલી જાણકારી આપવી પડશે. ત્યારબાદ તમારી એલિજિબિલિટી જોવામાં આવશે અને ત્યારબાદ તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવશે. 

3 વર્ષમાં ચુકવવી પડશે રકમ
પેટીએમ અત્યાર સુધી અનેક ગ્રાહકોને પર્સનલ લોન આપી ચુક્યુ છે. યોજનાના લક્ષ્ય એટલે કે ટાર્ગેટની વાત કરીએ તો કંપની આ વર્ષના અંત સુધી 10 લાખ લોકોને પર્સનલ લોન આપશે. પેટીએમ આ સ્કીમ દ્વારા પોતાનો યૂઝર બેઝ વધારવા ઈચ્છે છે. આ રીતે પર્સનલ લોન હેઠળ લેવામાં આવેલા રૂપિયાની ચુકવણી 18થી 36 મહિનામાં કરવાની રહેશે. પેટીએમે આ લોન સર્વિસ માટે ઘણી બેન્કો અને NBFC ની સાથે ભાગીદારી પણ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More