Home> Technology
Advertisement
Prev
Next

Tata લોન્ચ કરશે ધમાકેદાર CNG કાર, ભરપૂર મળશે બૂસ સ્પેસ, જાણો કિંમત અને ફીચર્સ

Tata CNG Car: ખાસ વાત છે કે કંપનીએ આ કારમાં ટ્વિન સિલિન્ડર સીએનજી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. આ ટેક્નોલોજી હેઠળ કંપનીએ 60 લીટરના સીએનજી સિલિન્ડરને બે ભાગમાં કરવામાં આવ્યું છે. તેના કારણે આ સિલિન્ડર વધુ જગ્યા લેતું નથી. 
 

Tata લોન્ચ કરશે ધમાકેદાર CNG કાર, ભરપૂર મળશે બૂસ સ્પેસ, જાણો કિંમત અને ફીચર્સ

નવી દિલ્હીઃ Tata Altroz iCNG Launch: ટાટા મોટર્સ (Tata Motors)એ પોતાની અલ્ટ્રોઝ અને પંચ સીએનજી કારોને ઓટો એક્સપો 2023 (Auto Expo 2023) માં રજૂ કરી હતી. ત્યારથી બજારમાં આ કારને લોન્ચ થવાની રાહ જોવામાં આવી રહી છે. હવે કંપની ગ્રાહકોની આતૂરતા ખતમ કરતા અલ્ટ્રોઝ સીએનજી (Tata Altroz iCNG) ને બજારમાં ઉતારવાની છે. કંપનીએ ખુદ તેની લોન્ચ ડેટનો ખુલાસો કર્યો છે. એક ટીઝર દ્વારા ટાટા મોટર્સે જણાવ્યું કે અલ્ટ્રોઝ સીએનજી ભારતમાં 19 એપ્રિલે લોન્ચ થવાની છે. આવો જાણીએ તેમાં ક્યા ખાસ ફીચર્સ મળશે. 

fallbacks

એન્જિનની વાત કરીએ તો ટાટા અલ્ટ્રોઝ સીએનજી વર્ઝનમાં તમને 1.2 લીટરનું પેટ્રોલ એન્જિન મળવાનું છે. આ એન્જિન 84 બીએચપી અને 113 એનએમનું ટોર્ક જનરેટ કરે છે. સીએનજી મોડમાં આ એન્જિન થોડો ઓછો પાવર જનરેટ કરશે અને તેની પાવર ફિગર્સ 76 બીએચપી અને 97 પીક ટોર્ક રહેવાનો છે. ખાસ વાત છે કે કંપનીએ આ કારમાં ટ્વિન સિલિન્ડર સીએનજી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. આ ટેક્નોલોજી હેઠળ કંપનીએ 60 લીટરના સીએનજી સિલિન્ડરને બે ભાગમાં કર્યાં છે. તેના કારણે આ સિલિન્ડર વધુ જગ્યા લેશે નહીં અને તમને બૂટ સ્પેસ પણ ભરપૂર મળશે. 

આ પણ વાંચોઃ ભારતમાં આ 10 મોટી કારોનો છે દબદબો : સફારી કરતાં વધુ વેચાય છે આ કાર

ડિઝાઇનની વાત કરીએ તો તે દેખાવમાં અલ્ટ્રોઝના પેટ્રોલ વર્ઝન જેવી હશે. 2023 ઓટો એક્સપોમાં જે મોડલ દેખાડવામાં આવ્યું હતું તેના ફ્રંટ અને રિ્યર વિંડશીલ્ડ પર સીએનજી સ્ટિકરને છોડીને લગભગ કોઈ અલગ દેખાતું એલિમેન્ટ હતું. ફીચર્સના મામલામાં અલ્ટ્રોઝ સીએનજીને એક ફુલી લોડેડ ટ્રિમમાં રજૂ કરવાની આશા છે. તેમાં 6 એરબેગ, વોયર-એક્ટિવેટેડ ઈલેક્ટ્રિક સનરૂફ, પ્રોજેક્ટ હેન્ડલેપ, એલઈડી ડીઆરએલ અને 16 ઇંચના ડ્યૂલ-ટોન અલોય વ્હીલ આપવામાં આવશે. આ સિવાય તેમાં 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ યુનિટ, ોટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, રિયર એસી વેન્ટ્સ, હાઇટ-એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ અને ઓટો-ફોલ્ડિંગ ઓઆરવીએમ પણ હશે. 

ટાટા અલ્ટ્રોઝ સીએનજી પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં Maruti Suzuki Baleno અને  Toyota Glanza ને ટક્કર આપે છે. કિંમતોની વાત કરીએ તો અલ્ટ્રોઝ સીએનજીની કિંમત સ્ટેન્ડર્ડ વર્ઝનથી 60થી 80 હજાર રૂપિયા વધુ હોઈ શકે છે. 

આ પણ વાંચોઃ Jio લાવ્યું પૈસા વસૂલ Plan! ઓછી કિંમતમાં 84 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ અને ઈન્ટરનેટ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More