Home> Technology
Advertisement
Prev
Next

સેમસંગને પછાડવા માર્કેટમાં આવી રહ્યો છે OnePlus નો ફ્લિપ ફોન, એવું પહેલું ડિવાઈસ હશે, જેમાં....

OnePlus V Flip Launch Timeline Leaks: એવું લાગી રહ્યું છે કે વનપ્લસ ટૂંક જ સમયમાં સેમસંગની બોલતી બંધ કરવાની તૈયારીમાં છે. જોકે કંપની પોતાનો પહેલો Flip Phone લાવી રહી છે.
 

સેમસંગને પછાડવા માર્કેટમાં આવી રહ્યો છે OnePlus નો ફ્લિપ ફોન, એવું પહેલું ડિવાઈસ હશે, જેમાં....

Upcoming Flip-Style Foldable Phone: જ્યારે પણ ફોલ્ડ યા ફ્લિપ ફોનની વાત આવે ત્યારે સેમસંગનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. આ સેગમેન્ટમાં સેમસંગ એક પછી એક ધમાકા કરી રહી છે, પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે વનપ્લસ ફોલ્ડેબલ ફોન બાદ જલ્દીથી ફ્લિપ ફોન માર્કેટમાં પણ એન્ટ્રી લેવા જઈ રહ્યું છે.

fallbacks

એક ચીની ટિપસ્ટર, ડિજિટલ ચેટ સ્ટેશનથી જાણવા મળ્યું છે કે કંપનીનો પહેલો ફ્લિપ સ્ટાઈલ ફોલ્ડેબલ ફોન એપ્રિલ અને જૂન 2025ની વચ્ચે લોન્ચ થઈ શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે ડિવાઈસને વનપ્લસ વી ફ્લિપ કહેવામાં આવી શકે છે. આ વનપ્લસ ઓપન પછી બ્રાન્ડનો બીજો ફોલ્ડેબલ ડિવાઈસ હશે, જેણે આ વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ચલો જાણીએ તેના વિશે...

fallbacks

OnePlus V Flip લોન્ચ ટાઈમલાઈન
વનપ્લસ વી ફ્લિપ થોડાક સમયથી ચર્ચામાં આવ્યો છે, પહેલાના રિપોર્ટ્સથી સંકેત મળે છે કે આ ઓપ્પો ફાઈંડ એન5નું રીબ્રાન્ડેડ હોઈ શકે છે. જોકે, હાલમાં તાજી અપડેટથી જાણવા મળે છે કે ઓપ્પોએ ફાઈંડ એન5 ફ્લિપને હટાવી દીધો છે, જેના કારણે સંકેત મળે છે કે વનપ્લસના આવનાર ક્લેમશેલમાં અલગ ડિઝાઈન અને સ્પેસિફિકેશન હોઈ શકે છે.

જો લોન્ચ ટાઈમલાઈન જળવાઈ રહેશે તો વનપ્લસ સેમસંગનો ગેલેક્સી જેડ ફ્લિપ સીરીઝ અને મોટોરોલો રેજર જેવા ફોન્સને જોરદાર મુકાબલો આપી શકે છે. વનપ્લસ વી ફ્લિપ પ્રીમિયમ ફીચર્સ અને ઓછી કિંમતની સાથે પોતાને બધાથી અલગ કરશે.

OnePlus Open 2 પણ ટૂંક સમયમાં થશે લોન્ચ
ફ્લિપ ફોન સિવાય, કંપની નેક્સ્ટ GEN વનપ્લસ ઓપન 2 ને પણ લોન્ચ કરવાનો વિચાર કરી રહી છે. 2025માં પહેલા ત્રણ મહિનામાં આ ફોન લોન્ચ થવાની ખબર છે, ડિવાઈસ ડિઝાઈન અને હાર્ટવેયરમાં મોટો અપગ્રેડ લાવી શકે છે. લીકથી સંકેત મળે છે કે વનપ્લસ ઓપન 2માં વાયરલેસ ચાર્જિંગ માટે સપોર્ટની સાથે 5,7000mAh ની બેટરી હોઈ શકે છે, જે તેના પાછલા મોડલની 4,805mAh બેટરીથી યોગ્ય છે.

fallbacks

મળશે લેટેસ્ટ પ્રોસેસર
મોટી બેટરી હોવા છતાં ફોનને સ્લિમ પ્રોફાઈલ જાળવી રાખે તેવી આશા છે. આ સ્નેપડ્રેગન 8 એલીટ ચિપસેટ અને હેસલબ્લેડ દ્વારા ફાઈન ટ્યૂન કરવામાં આવેલા ટ્રિપલ કેમેરા સેટઅપથી સજ્જ હોઈ શકે છે. આ સેટઅપમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર, એક અલ્ટ્રા-વાઈડ લેંસ અને ઓપ્ટિકલ ઝૂમ એલિબિટીજવાળો પેરિસ્કોપ ટેલીફોટો સેન્સર સામેલ હોઈ શકે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More