Bike Winter Jacket Sales: શિયાળામાં બાઈક ચલાવવી બિલકુલ આસાન નથી. કડકડતી ઠંડીમાં બાઈક ચલાવવાથી ઠંડી લાગતી હોય છે. રોજે રોજ બાઈક ચલાવતા લોકોને આવી ઠંડીનો સામનો કરવો જ પડે છે. જેથી કરીને લોકો ઘણી વખત વિચારતા હોય છે કે કોઈ એવી વસ્તુ આવી જાય જેથી બાઈક ચલાવતી વખતે ઠંડી ના લાગે. આજે અમે આપને એક એવુ જેકેટ બતાવીશું જેની અંદર એક હીટર પણ રાખવામાં આવશે.આ જેકેટ પહેરીને જો આપ બાઈક ચલાવશો ઠંડી છુ થઈ જશે.
માર્કેટમાં આપને અનેક જેકેટ મળી જશે. જેમા હીટર લાગેલુ મળશે. આ જેકેટ પહેરીને આપ શિયાળામાં આરમથી બાઈક ચલાવી શક્શો. આ સિવાય જો આપ લાંબી બાઈક રાઈડના શોખીન છો તો ઠંડીમાં આ જેકેટ પહેરીને તેની પણ મજા લઈ શકો છો. આપને આ જેકેટ લગભગ 1500-2000 રૂપિયાની શરૂઆતી કિંમતમાં મળી જશે. જોકે જેમ જેમ આપ ફીચર્સ વધારશો તેમ તેમ જેકેટની કિંમતમાં વધારો થશે.
પુરૂષ અને મહિલાઓ માટે જેકેટ-
આપને જાણીને નવાઈ લાગશે કે બજારમાં હીટર જેકેટ સિવાય એવા પણ જેકેટ મળી જશે જેમા આપ હીટર લગાવી શક્શો. ઓનલાઈન પ્લેટફોર્મ પર આપને હીટેડ વેસ્ટ વાર્મ બૉડી ઈલેક્ટ્રિક USB હીટિંગ વેસ્ટકોટ મળી જશે. ખાસ વાત એ છે કે પૂરુષ અને મહિલાઓ બંને માટે આ જેકેટ બનેલા છે. એમેઝોન પર લિસ્ટેડ Electric Heated Vest જેકેટ 7,254 રૂપિયામાં મળી જશે.
આવી રીતે કરે છે કામ-
જો આપ આ હીટેડ જેકેટની ખરીદી કરવા ઈચ્છો છો તો એમેઝોન જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર ચેક કરી શકો છો. ઈલેક્ટ્રિક હીટિંગ ટેકનોલોજી સાથે આ જેકેટ આપને શિયાળા ખુબ રાહત આપશે. જેકેટમાં હીટિંગ સતત થઈ રહે તેમાટે પાવરબેંકનો ઉપયોગ પણ થાય છે. જેકેટમાં હીટરને એક બટન દબાવીને ચાલુ કરી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે