Home> Technology
Advertisement
Prev
Next

એકસાથે 8 લોકોને બેસાડીને 2 સેકન્ડમાં પકડે છે 100 Kmph, સિંગલ ચાર્જમાં દોડશે 1000 KM

ફ્રેસ્કો નામની નોર્વેના એક ઇલેક્ટ્રિક વાહન સ્ટાર્ટઅપે એક શાનદાર ઇવી રજૂ કરી છે જેમાં 8 લોકોને બેસાડવાની ક્ષમતા છે અને આ એકવાર ફૂલ ચાર્જ કરતાં 1,000 કિમી સુધી ચાલે છે. ફ્રેસ્કો મોટર્સે આ પહેલાં પણ એક કોપ્સેપ્ટ કાર રજૂ કરી હતી જેનું નામ રેવેરી છે અને હવે કંપનીએ પોતાનો પ્રથમ લુક ઇલેક્ટ્રિક વાહન પણ રજૂ કરી દીધો છે.

એકસાથે 8 લોકોને બેસાડીને 2 સેકન્ડમાં પકડે છે 100 Kmph, સિંગલ ચાર્જમાં દોડશે 1000 KM

નવી દિલ્હી: ફ્રેસ્કો નામની નોર્વેના એક ઇલેક્ટ્રિક વાહન સ્ટાર્ટઅપે એક શાનદાર ઇવી રજૂ કરી છે જેમાં 8 લોકોને બેસાડવાની ક્ષમતા છે અને આ એકવાર ફૂલ ચાર્જ કરતાં 1,000 કિમી સુધી ચાલે છે. ફ્રેસ્કો મોટર્સે આ પહેલાં પણ એક કોપ્સેપ્ટ કાર રજૂ કરી હતી જેનું નામ રેવેરી છે અને હવે કંપનીએ પોતાનો પ્રથમ લુક ઇલેક્ટ્રિક વાહન પણ રજૂ કરી દીધો છે. આ ઇલેક્ટ્રિક કારનું નામ ફ્રેસ્કો એક્સએલ છે જે દેખાવમાં ભલે એક સ્ટાડર્ડ કાર જેવી દેખાય છે પરંતુ કામ આ એમપીવીવાળું કરે છે. 

fallbacks

મુસાફરો તેના અંદર સુઇ શકે છે
કંપનીએ કારને એક્સએલ નામ સંભવિતરૂપથી તેના કેબિનમાં મળનાર ઘણી બધી જગ્યાના લીધે રાખ્યું છે. જોકે કંપનીએ ઇલેક્ટ્રિક કારનો જે ફોટો શેર કર્યો છે તેમાં કારની કેબિન દેખાતી નથી. આ જાણકારી પણ આપવામાં આવી છે કે કારની સીટ્સ આ પ્રકારે ફોલ્ડ થાય છે કે તેમાં એક પથારી બની શકે છે અને મુસારી તેની અંદર સુઇ શકે છે. કંપનીનું માનીએ તો ફ્રેસ્કો એક્સએલમાં 4 ઇલેક્ટ્રિક મોટર્સ, 2-વે ચાર્જિંગ પોઇન્ટ અને દમદાર બેટરી પેક આપવામાં આવી છે જે, 1000 કિમી સુધીની રેંજ આપે છે. 

Alto કરતાં પણ સસ્તી છે આ ઇલેક્ટ્રિક કાર, વિંટેજ લુક આપશે મહારાજ જેવી ફિલિંગ્સ

ફક્ત 2 સેકન્ડમાં 0-100 Kmph સ્પીડ
ફ્રેસ્કોએ અત્યાર સુધી આ કારની વધુ જાણકારી ઉપલબ્ધ કરાવી નથી, જોકે કંપનીએ તેની કિંમતની જાહેરાત કરી દીધી છે અને ઓર્ડર પણ મળવા લાગ્યા છે. તેની કિંમત 1,00,000 યૂરો છે જે ઇન્ડીયન કરન્સીમાં કાર લગભગ 86 લાખ રૂપિયાની થાય છે. આ સ્ટાર્ટઅપની શરૂઆત 2017 માં થઇ હતી અને તેના દ્વારા શોકેશ કરવામાં આવેલા કોન્સેપ્ટ કાર રેવેરીનું પ્રોડક્શન ક્યારેય થઇ શક્યું નહી જેને કંપનીએ 2019 માં શોકેસ કરી હતી. દાવા કરવામાં આવી રહ્યો છે કે આ ઇલેક્ટ્રિક કારની ટોપ સ્પીડ 300 કિમી/કલાક છે અને ફક્ત 2 સેકન્ડમાં 0-100 કિમી/કલાક પકડે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More