નવી દિલ્હી: અત્યારે તમે જે વાહન જોઇ રહ્યા છો તે કોઇ ચાંદ પર ચાલનાર મૂનરોવર નથી, પરંતુ મહિંદ્રાનું એક ટ્રેકટર છે. હકિકતમાં આ ટ્રેકટરને પિનઇંફરીનાએ જણાવ્યું છે જે મહિંદ્રાની માલિકી હકવાળી કંપની છે. પિનફંફરીના એકદમ આધુનિક ટ્રેક્ટર બનાવવા ઉપરાંત કાર પણ બનાવે છે અને તેની બતિસ્તા નામની કાર ખૂબ જ જલદી બજારમાં આવશે. આ ટ્રેક્ટરનું નામ સ્ટ્રૈડલ છે અને એક કોન્સેપ્ટ ટ્રેક્ટર છે જેને વાઇનયાર્ડ માટે તૈયાર કરવામાં આવ્યું છે.
કેબિન ખૂબ સાધારણ પરંતુ એકદમ આધુનિક
સ્ટ્રૈડલ કોન્સેપ્ટ ટ્રૈકટરની ડિઝાઇન જોવા જેવી ચેહ અને આ દેખાવમાં ખૂબ જ શાનદાર છે. તેની કેબિનને કાચના ગોળ ભાગથી ઘેરાયેલી છે જે કોઇ સ્પોર્ટ્સ કારથી પ્રેરિત જોવા મળી રહી છે. કેબિન ખૂબ જ સાધારણ છે પરંતુ આધુનિક રૂપથી તૈયાર કરવામાં આવી છે. તેનું સ્ટીયરિંગ સિંગલ ફ્રેમ પર લગાવવામાં આવ્યું છે અને સીટ ખૂબ જ આરામદાયક છે. સામે લાગેલી કાચની બારીથી સામેનો નજારો જોઇ શકાય છે.
Wow! ફક્ત 36 હજાર રૂપિયામાં ખરીદો Electric Scooter, ખૂબીઓ જાણી લેવા દોડશો
ટેક્નોલોજીની જાણકારી અત્યાર સુધી સામે આવી નથી
તેના પર ચઢવા માટે મેટલની ઘણી પ્લેટ્સ લગાવવામાં આવી છે. હાલ આ ટ્રેક્ટર કોન્સેપ્ટના પડાવ પર છે, અત્યારથી લુકમાં તેનો જવાબ નથી. તેની ટેક્નોલોજી હજુ સુધી સામે આવી નથી, જોકે ન્યૂ હોલેન્ડએ આ પુષ્ટિ કરી દીધી છે. નવું ટ્રેક્ટર ઇલેક્ટ્રિક પાવરથી ચાલશે અને તેને ખૂબ દમદાર હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઇએ કે પિનઇંફરીનાએ આ ટ્રેક્ટર ન્યૂ હોલેન્ડ માટે બનાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે