Home> Technology
Advertisement
Prev
Next

TikTok એન્ટરટેનમેન્ટ પ્લેટફોર્મ નહી પરંતુ ચીની પ્રચાર કંપની છે? આ ઇ-મેલથી થયો ખુલાસો

ટિકટોક, ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીનો પ્રોપોગેંડા ટૂલ છે. ટિકટોકએ પોતાના મોડરેટર્સને ચીની સરકાર વિરૂદ્ધ કન્ટેન્ટને સેન્સર કરવા માટે કહ્યું છે. ઉદાહરણ તરીકે, જેમાં દલાઇ લામા અથવા તિબ્બત વિશે વાત કરવામાં આવી હોય. 

TikTok એન્ટરટેનમેન્ટ પ્લેટફોર્મ નહી પરંતુ ચીની પ્રચાર કંપની છે? આ ઇ-મેલથી થયો ખુલાસો

નવી દિલ્હી: ચીન  (China)થી આવેલા કોરોના વાયરસ (Coronavirus) ને ભલે આખી દુનિયા કોસી રહી છે. પરંતુ ચીની એપ ટિકટોક (TikTok) ને ખૂબ પસંદ કરવામાં આવે છે. મીમ, સંગીત, ડાન્સ, મેકઅપ ટ્યૂટોરિયલ અને ન જાણે શું-શું છે અહીં. ટિકટોક ભલે એક એન્ટરટેનમેન્ટ પ્લેટફોર્મ સમજવામાં આવતું હોય છે, પરંતુ એવું નથી. 

fallbacks

ટિકટોક, ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીનો પ્રોપોગેંડા ટૂલ છે. ટિકટોકએ પોતાના મોડરેટર્સને ચીની સરકાર વિરૂદ્ધ કન્ટેન્ટને સેન્સર કરવા માટે કહ્યું છે. ઉદાહરણ તરીકે, જેમાં દલાઇ લામા અથવા તિબ્બત વિશે વાત કરવામાં આવી હોય. 

આ ઇમેલ કથિત રીતે ભારતમાં ટિકટોકની ટીમને મોકલવામાં આવ્યો હતો. નિશાના પર ભારતીય કંટેન્ટ હતો, જોકે અમે આ ઇમેલની પ્રમાણિકતાને સત્યાપિત કરતા નથી. ટિકટોક એપ બાઇટડાન્સ નામની ચીની ટેક કંપનીનું છે. જેનું મુખ્યાલય બીજિંગમાં છે. 

2018માં વાઇટડાન્સના સંસ્થાપક ઝાંગ યિમિંગએ ચીની સરકારને એક વાયદો કર્યો હતો. ઝાંગે કહ્યું હતું કે - દેશની સત્તાવાર મીડિયા સાથે સહયોગને વધુ ગાઢ કરતાં સત્તાવાર મીડિયા સામગ્રીને ફેલાવવામાં આવી રહી છે.

ગત બે વર્ષોથી ટિકટોકએ વચનનું પાલન કરતાં પોતાના પ્લેટફોર્મ પરથી ચીન વિરોધી કન્ટેન્ટને વ્યવસ્થિત રીતે હટાવી દીધી છે. તમને જણાવી દઇએ કે અત્યારે તાઇવાન માટે વૈશ્વિક સમર્થન વધી રહ્યું છે અને આ આશ્વર્યની વાત નથી કે ટિકટોક તાઇવાન અથવા તિબ્બત અને દલાઇ લામા સંબધિત કશું પણ નથી. 

તમને જણાવી દઇએ કે પહેલાં પણ કંપનીએ પોતાના કર્મચારીઓને ટિકટોક વીડિયોઝને મોડરેટ કરવા માટે કહ્યું હતું. એવા વિડીયોઝ જેમાં તિયાનમેન સ્ક્વાયર અથવા તિબ્બતી સ્વતંત્રતા અથવા બેન કરવામાં આવેલા ધામિક સમૂહ- ફાલૂન ગોંગ અને હોંગકોંગ પ્રોટેસ્ટનો ઉલ્લેખ હોય તેને પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવે છે. તેમાં તે કન્ટેન્ટ પણ સામેલ છે જેમાં ઉઇગર મુસલમાનોની દુર્દશા વિશે બતાવવામાં આવ્યું છે. 

કંપનીની વેબસાઇટ પર કોમ્યુનિટી ગાઇડલાઇન્સ તો છે, હિંસક સામગ્રી ગાઇડલાઇન્સ છતાં ટિકટોક પર જાનવરો સાથે દુવ્યવહાર કરનાર કન્ટેન્ટની ભરમાળ છે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More