FASTag KYC: જ્યારે તમે કાર લઈને નેશનલ હાઇવે પર મુસાફરી કરો છો ત્યારે તમને ફાસ્ટેગની જરૂર પડે છે.ફાસ્ટેગનો ઉપયોગ ટોલ પ્લાઝા પર ટોલ ચૂકવવા માટે કરવામાં આવે છે. જો તમે ફાસ્ટેગનો ઉપયોગ કરો છો તો તમને એ વાત પણ ખબર જ હશે કે હવે ફાસ્ટેગ કેવાયસી પ્રક્રિયા અનિવાર્ય થઈ ગઈ છે. અને દરેક વ્યક્તિએ આ પ્રક્રિયા 31 જાન્યુઆરી 2024 સુધીમાં પૂરી કરી લેવી ફરજીયાત છે. એટલે કે જો 31 જાન્યુઆરી 2024 સુધીમાં તમે ફાસ્ટેગ કેવાયસી નહીં કર્યું હોય તો તમને બ્લેક લિસ્ટ કરી દેવામાં આવશે.
એનએચકેઆઈ દ્વારા વન વિહિકલ વન ફાસ્ટેગ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત હવે જે પણ વ્યક્તિ ફાસ્ટેગ કેવાઈસી નહીં કરાવે તેનું ફાસ્ટેગ 31 જાન્યુઆરી 2024 પછી કામ નહીં કરે. આવી સ્થિતિમાં તમે મુસાફરી દરમિયાન અટકી પડશો. તેથી બે દિવસની અંદર ફાસ્ટેગ કેવાયસી અપડેટ કરી લો.
આ પણ વાંચો: Whatsapp: વોટ્સએપના ફોટો અને વીડિયો નથી દેખાતા ગેલેરીમાં ? તો ફટાફટ કરી લો આ સેટિંગ
ફાસ્ટેગ કેવાયસી કરવા માટે તમારે આધાર કાર્ડ, પેન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર આઇડી કાર્ડ, આરસી બુકની જરૂર પડશે. ફાસ્ટેગ કેવાઈસી તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકો છો. આજે તમને અહીં બંને રીત વિશે વિસ્તારપૂર્વક જણાવીએ જેથી તમે આરામથી બે દિવસની અંદર ફાસ્ટેગ કેવાયસી કરી શકો.
ઓનલાઇન પદ્ધતિ
આ પણ વાંચો: UPI ATM કેવી રીતે કરે છે કામ ? જાણો બેન્ક અકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાની સરળ પ્રોસેસ
તેના માટે સૌથી પહેલા fastag.ihmcl.com વેબસાઈટ પર જવું
વેબસાઈટ પર ગયા પછી રજીસ્ટર મોબાઇલ નંબરથી લોગઈન કરો.
લોગીન કર્યા પછી એક નવી વિન્ડો ખુલશે જ્યાં માય પ્રોફાઈલ ઓપ્શન પર ક્લિક કરો.
ત્યાર પછી પોતાનું ફાસ્ટેગ કેવાઈસી સ્ટેટસ ચેક કરો.
જો તમારું ફાસ્ટેગ કેવાઈસી નથી થયું તો અહીં ડોક્યુમેન્ટ અપલોડ કરી સાથે ડિટેલ ભરી દો.
ત્યાર પછી તમારું ફાસ્ટેગ કેવાઈસી થઈ જશે.
આ પણ વાંચો: ઓનલાઈન શોપિંગ કરતી વખતે આ સિક્રેટ ટ્રીક્સ અપનાવશો તો અડધાથી પણ ઓછી કિંમતે થશે ખરીદી
ઓફલાઈન પદ્ધતિ
જો તમારે આ પ્રોસેસ ઓનલાઇન નથી કરવી તો ઓફલાઈન પ્રોસેસ કરાવવા માટે તમારી નજીક આવેલી એવી બેંકમાં જવું જે ફાસ્ટેગ ઈસ્યૂ કરતી હોય. બેંકમાં જઈને કેવાયસી ફોર્મ લેવું અને ફોર્મને ભરીને બેંકમાં જમા કરાવી દેવું. આમ કરવાથી પણ તમારું ફાસ્ટેગ કેવાઈસી થઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે