નવી દિલ્હીઃ Reliance Jio હાલમાં ભારતનું સૌથી મોટું ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર બની ગયું છે. જીયો પ્રથમ ટેલિકોમ કંપની છે જેની પાસે 400 મિલિયનથી વધુ સબ્સક્રાઇબર્સ છે. જીયોએ ભારતીય ટેલિકોમ બજારમાં એન્ટ્રી કરતા ખુબ પ્રસિદ્ધિ હાસિલ કરી લીધી હતી. તો આવો જાણીએ જીયોના 1.5જીબી ડેઇલી ડેટા પ્લાન્સ વિશે જે 28 દિવસની વેલિડિટીથી લઈને વર્ષભરની વેલિડિટી આપે છે.
જીયો 199 રૂપિયાનો પ્લાન
જીયોના આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી સાથે 1.5 જીબી ડેટા દરરોજ મળે છે. પ્લાનમાં કુલ 42GB ડેટા ઓફર કરવામાં આવે છે. આ સિવાય પ્લાનમાં નોન જીયો નંબર પર કોલિંગ માટે 1000 મિનિટની સાથે 100 એસએમએસ દરરોજ મળે છે.
જીયોનો 399 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં 1.5 જીબી ડેટા દરરોજ મળે છે જે 56 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં તમને કુલ 84 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. આ સિવાય જીયો ટુ જીયો અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસ રોજ મળે છે.
રિલાયન્સ જીયો 555 રૂપિયાનો પ્લાન
555 રૂપિયાના આ રિચાર્જમાં પણ 1.5 જીબી ડેટા દરરોજ મળે છે પરંતુ જીયોના આ પ્લાનની વેલિડિટી વધુ છે. 84 દિવસની વેલિડિટી વાળા આ પ્લાનમાં કુલ 126GB ડેટા દરરોજ યૂઝર્સને મળે છે.
777 રૂપિયાનો પ્લાન
જીયોના આ પ્લાનમાં 555 રૂપિયા વાળા પ્લાનના જ બેનિફિટ્સ અને વેલિડિટી મળે છે, પરંતુ આ પ્લાનમાં કંપની તમને 5 જીબી વધારાનો ડેટા આપે છે જેથી તમે 84 દિવસમાં 131GB ડેટા હાસિલ કરી શકે છે. સાથે આ પ્લાનમાં ડિઝ્ની હોટસ્ટારની 1 વર્ષ માટે VIP મેમ્બરશિપ મળે છે.
2121 રૂપિયાનો પ્લાન
જીયોનો આ 1.5જીબી ડેટા વાળો સૌથી લાંબો પ્લાન છે. આ પ્લાન 336 દિવસની બમ્પર વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં પણ તમે ડિઝની હોટસ્ટાર વીઆઈપીની મજા માણી શકો છો. આ સિવાય 12000 નોન જીયો મિનિટની સાથે 100 એસએમએસ દરરોજ તમને મળે છે.
ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે