Home> Technology
Advertisement
Prev
Next

Top Selling Car February 2025: ગજબ! વેગનઆર-બલેનો, ક્રેટા બધાને બાજુ પર હડસેલી લોકોએ આ કાર લેવા માટે કરી ભારે પડાપડી, નામ જાણી દંગ રહેશો

Best Selling Car February 2025: ફેબ્રુઆરી 2025માં કઈ કારે બજારમાં ધમાલ મચાવી? નામ જાણીને તમે બે  ઘડી તો દંગ રહી જશો. ફેબ્રુઆરીમાં મારુતિની જે કાર પાછળ હતી તે પહેલા નંબરે પહોંચી ગઈ છે. ફેબ્રુઆરીમાં સૌથી વધુ વેચાયેલી ટોપ 15 કારોની યાદી ચેક કરો. 

Top Selling Car February 2025: ગજબ! વેગનઆર-બલેનો, ક્રેટા બધાને બાજુ પર હડસેલી લોકોએ આ કાર લેવા માટે કરી ભારે પડાપડી, નામ જાણી દંગ રહેશો

કાર કંપનીઓએ ફેબ્રુઆરી 2025નો સેલ્સ રિપોર્ટ જાહેર કરી દીધો છે. અત્યાર સુધી મારુતિ વેગનઆર, હુંડઈ ક્રેટા, ટાટા નેક્સન જેવી કારોનો દબદબો જોવા મળતો હતો. પરંતુ હવે જે કાર લોકોની ચોઈસ તરીકે ઊભરીને સામે આવી છે તેનું નામ જાણીને તમે દંગ રહી જશો. જો કે વેચાણમાં ટોપ કારોની જે યાદી સામે આવી છે તેમાં સૌથી વધુ મારુતિની કારો છે.પરંતુ હુંડાઈ, ટાટા અને મહિન્દ્રીની પણ કેટલીક કારો ટોપ 15 બેસ્ટ સેલિંગ કારોની યાદીમાં છે. 

fallbacks

ટોપ કારોની યાદી

મોડલ ફેબ્રઆરી 2025 જાન્યુઆરી 2025 ફેબ્રુઆરી 2024
       
Maruti Fronx 21,461 units 15,192 units 14,168 units
Maruti Wagon R 19,879 units 24,078 units 19,412 units
Hyundai Creta (ICE + EV) 16,317 units 18,522 units 15,276 units
Maruti Swift 16,269 units 17,081 units 13,165 units
Maruti Baleno 15,480 units 19,965 units 17,517 units
Maruti Brezza 15,392 units 14,747 units 15,765 units
Tata Nexon 15,349 units 15,397 units 14,395 units
Maruti Ertiga 14,868 units 14,248 units 15,519 units
Maruti Dzire 14,694 units 15,383 units 15,837 units
Tata Punch (ICE + EV) 14,559 units 16,231 units 18,438 units
Mahindra Scorpio (N+Classic) 13,618 units 15,442 units 15,051 units
Maruti Eeco 11,493 units 11,250 units 12,147 units
Maruti Grand Vitara 10,669 units 15,784 units 11,002 units
Hyundai Venue 10,125 units 11,106 units 8,933 units
Mahindra Thar (3-door + Roxx) 9,248 units 7,557 units 5,812 units
       

જાન્યુઆરી 2025ના સેલ્સ ચાર્ટમાં મારુતિ ફ્રોન્ક્સ દસમા નંબરે હતી પરંતુ હવે તે 20,000થી વધુ યુનિટ્સના વેચાણ સાથે ફેબ્રુઆરી 2025ની બેસ્ટ સેલિંગ કાર  બની છે. આ ગાડીનો માસિક ગ્રોથ 41 ટકા જેટલો રહ્યો છે. જાન્યુઆરી 2025ની સરખામણીમાં ફેબ્રુઆરીમાં તેના 6000 યુનિટ્સ વધુ વેચાયા. જ્યારે મારુતિ વેગનઆર ફેબ્રુઆરીમાં સૌથી વધુ વેચાયેલી કારોમાં બીજા નંબરે રહી. કંપની ગત મહિને 19,000 યુનિટ્સ વેચવામાં સફળ રહી હતી જેની સરખામણીમાં ફેબ્રુઆરી 2024નું વેચાણ જોઈએ તો 2 ટકાનો વધારો જોવા મળ્યો છે. 

ત્રીજા નંબરે હુંડાઈ ક્રેટા
હુંડાઈ ક્રેટા (આઈસીઈ+ઈવી) નું જાન્યુઆરી 2025માં મંથલી વેચાણ સારું રહ્યું હતું. તેનું કારણ ક્રેટા ઈલેક્ટ્રિકનું લોન્ચિંગ હતું. જો કે ફેબ્રુઆરી 2025માં આ કારના ફક્ત 16,317 વેચાયા જે જાન્યુઅરી 2025ની સરખામણીએ 2000 યુનિટ્સ ઓછા હતા. આ ગાડીનું વાર્ષિક સેલ્સ 6 ટકા વધ્યું છે. મારુતિ સ્વિફ્ટ ચોથા નંબરે છે જેના ફેબ્રુઆરી 2025માં 16,269 યુનિટ્સ વેચાયા. આ ગાડીના વાર્ષિક સેલ્સમાં 23 ટકાનો વધારો નોંધાયો છે. 

પાંચમા નંબરે આ કાર
જ્યારે મારુતિ બલેનોના વેચાણમાં 4000થી વધુ યુનિટ્સનો ઘટાડો જોવા મળ્યો છે. જાન્યુઆરી 2025ના સેલ્સ ચાર્ટમાં આ ગાડી બીજા નંબરે હતી જ્યારે ફેબ્રુઆરી 2025માં પાંચમાં નંબરે પહોંચી ગઈ છે. મારુતિ બ્રેઝા આ યાદીમાં છઠ્ઠા નંબરે છે. જેના જાન્યુઆરીના સેલ્સ આંકડા કરતા આ વખતે 645 યુનિટ્સનો વધારો જોવા મળ્યો છે. 

નેક્સન જેમની તેમ
ટાટા નેક્સન ગાડીના ફેબ્રુઆરીમાં 15,349 યુનિટ્સ વેચાયા. આ ગાડીનું માસિક વેચાણ જાન્યુઆરી 2025 જેવું રહ્યું. જ્યારે મારુતિ અર્ટિગા અને મારુતિ ડિઝાયરને ફેબ્રુઆરી 2025ના સેલ્સ ચાર્ટમાં આઠમો અને નવમો નંબર મળ્યો. અર્ટિગાના માસિક વેચાણમાં 4 ટકાનો વધારો જોવા મળ્યો છે જ્યારે ડિઝાયરના માસિક સેલ્સમાં 4 ટકાનો ઘટાડો નોંધાયો છે. 

દસમા નંબરે પંચ
ટાટા પંચ ફેબ્રુઆરી મહિનામાં સૌથી વધુ વેચાયેલી કારોની યાદીમાં 10માં નંબરે જોવા મળી. ગત મહિને તેના 14,559 યુનિટ્સ વેચાયા હતા જેમાં નેક્સન આઈસીઈ અને ઈવી બંને મોડલના આંકડા સામેલ છે. આ ગાડીના માસિક સેલ્સમાં 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે વાર્ષિક સેલ્સ 21 ટકા ઘટ્યું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More