Home> Technology
Advertisement
Prev
Next

મોબાઇલ ઓપરેટરથી હેરાન થતા લોકો માટે ખુશ ખબરી, પોર્ટ કરવું થયું સહેલુ

 ટ્રાઇ(TRAI) દ્વારા નંબર પોર્ટ કરાવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ પ્રક્રિયા વધારે સહેલી અને ફાસ્ટ થઇ ગઇ છે.

 મોબાઇલ ઓપરેટરથી હેરાન થતા લોકો માટે ખુશ ખબરી, પોર્ટ કરવું થયું સહેલુ

નવી દિલ્હી: ટ્રાઇ(TRAI) દ્વારા નંબર પોર્ટ કરાવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ પ્રક્રિયા વધારે સહેલી અને ફાસ્ટ થઇ ગઇ છે. તમે જે સમયે નંબર પોર્ટ કરવાનો નિર્ણય કર્યો, તેના 48 કલાકની અંદર જ આ કામ સહેલાઇથી પૂર્ણ થઇ જશે. આ સર્કલમાં આ કામ 48 કલાકમાં અને બીજા સર્કલમાં પોર્ટ કરવા માટે 96 કલાક (4 દિવસ)નો સમય લાગશે. TRAI તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, અમારો ફોકસ ગ્રાહકો સાથે ફ્રેડલી રહેવાનો છે. અને તેના માટે સતત સારા કાર્ય કરવામાં આવી રહ્યા છે. 

fallbacks

TRAIએ કહ્યું કે જો પોર્ટ કરવાની રિક્વેસ્ટ ખોટી રીતે રીઝેક્ટ કરી દેવામાં આવે છે. તો કંપની પર 10 હજાર રૂપિયાનો દંડ લગાવામાં આવી શકે છે. એજ સર્કલમાં પોર્ટ કરવા માટે વધારેમાં વધારે સમય 48 કલાક રાખવામાં આવ્યો છે. જ્યારે કોર્પોરેટ કનેક્શન માટે 4 દિવસનો સમય રાખવામાં આવ્યો છે. હવે ટૂનિક પોર્ટિગ કોડ(UPC)ની અવધી 15 દિવસથી ઘટાડીને 4 દિવસની કરી દેવામાં આવી છે. જ્યારે આ નિયમ જમ્મુ કાશ્મીરસ અમસ અને નોર્થ ઇસ્ટ રાજ્યોમાં લાગૂ કરવામાં નહિ આવે. આ રાજ્યો માટે UPCની અવધિ 30 દિવસ સુધીના રાખવામાં આવી છે. 

આ સિવાય પોર્ટિગ રિક્વેસ્ટને પાછી ખેચવા માટેના નિયમોમાં ફેરફાર કરીને તેને સહેલા બનાવામાં આવ્યા છે. એક ટેક્સ્ટ મેસેજ દ્વારા પોર્ટિગ રિક્વેસ્ટને પાછી ખેચી લઇ શકાય છે. કોર્પોરેટ કનેક્શનની વાત કરીએ તો આ ઓથોરાઇજેશન લેટરથી 50ની જગ્યાએ 100 રિકવેસ્ટને પાછી ખેચી શકાય છે.

વધુમાં વાંચો...Facebook યૂઝર્સ રહે એલર્ટ, તમારી પ્રાઇવેટ તસવીર થઇ રહી છે ચોરી

કેવી રીતે થાય છે નંહર પોર્ટ 
નંબર પોર્ટ કરવા માટે સૌથી પહેલા UPC જનરેટ કરવો પડશે. અને તેના માટે તમારા નંબરથી PORT સ્પેસ અને તમારો નંબર ડાયલ કરીને 1900 નંબર પર એસએમએસ કરવાનો રહેશે. તેના જવાબમાં તમારા નંબર પર યુપીસી કોડનો એક મેસેજ આવશે. જેની અવધી હવે 15 દિવસથી ઘટાડીને 4 દિવસ કરી દેવામાં આવી છે. આ કોડના જનરેટ થયા બાદ જ બીજા ઓપરેટર સાથે પેપર વર્ક કરી શકાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More