નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોએ પ્રીપેડ યૂઝર્સ માટે સ્વતંત્રતા દિવસ ઓફરની જાહેરાત કરી હતી. હવે તેના હરીફ ટેલીકોમ ઓપરેટર વોડાફોન આઈડિયાએ સ્વતંત્રતા દિવસ ઓફરની જાહેરાત કરી છે. વીઆઈ ઈન્ડિપેન્ડેન્સ ડે ઓફર પ્રીપેડ યૂઝર્સ માટે ઉપલબ્ધ છે અને માત્ર 18 ઓગસ્ટ સુધી તેનો લાભ લઈ શકાય છે. વીઆઈ સ્વતંત્રતા દિવસ ઓફરના ભાગ રૂપે ટેલીકોમ ઓપરેટરે 199 રૂપિ.યાથી ઉપરના દરેક અનલિમિટેડ ડેટા રિચાર્જ પર 50 જીબી ડેટાનો લાભ આપી રહ્યું છે આ સાથે વોડાફોન આઈડિયા સબ્સક્રાઇબર્સને 1499 રૂપિયા અને 3099 રૂપિયાના રિચાર્જ પેક પર ક્રમશઃ 50 રૂપિયા અને 75 રૂપિયાના ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવી રહ્યો છે.
આ સિવાય વોડાફોન આઈડિયા પોતાના યૂઝર્સને વીઆઈ એપ પર સ્પિન ધ વ્હીલ સ્પર્ધા પણ ચલાવી રહ્યું છે. આ સ્પર્ધાના ભાગ રૂપે દરેક કલાકે એક ભાગ્યશાળી વિજેતા થશે જે 3099 રૂપિયાનું એક વર્ષનું રિચાર્જ પેક જીતશે. આ સાથે 1 જીબી કે 2જીબી એક્સ્ટ્રા ડેટા, સોનીલિવનું સબ્સક્રિપ્શન અને અન્ય ઓફર્સ સામેલ છે. સ્વતંત્રતા દિવસ ઓફર વીઆઈ એપ પર લાઈવ છે અને યૂઝર્સ તેનો લાભ ઉઠાવવા માટે એપ ડાઉનલોડ કરી શકે છે.
આ પણ વાંચોઃ અડધા ભાવમાં ખરીદો Samsung નો મોંઘો 5G ફોન, કંપનીની વેબસાઇટ પર ધાંસૂ ડીલ
જિયોથી કઈ રીતે અલગ છે ઓફર
રિલાયન્સ જિયોએ હાલમાં સ્વતંત્રતા દિવસ ઓફરની જાહેરાત કરી હતી. આ પ્લાનની કિંમત 2999 રૂપિયા છે અને 365 દિવસની વેલિડિટી મળે છે. આ સાથે પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ બેનિફિટ, 100 એસએમએસ અને દરરોજ 2.5 જીબી ડેટા મળે છે.
રિલાયન્સ જિયોના પ્લાનમાં યૂઝર્સને આ લાભ મળશે
સ્વિગીઃ આ પ્લાન 249 રૂપિયા કે તેનાથી વધુ ઓર્ડર પર 100 રૂપિયાની છૂટ આપે છે.
યાત્રાઃ યૂઝર્સ ફ્લાઇટ ટિકિટ બુકિંગ પર 1500 રૂપિયા સુધીની છૂટ અને ઘરેલૂ હોટલ બુકિંગ પર 4000 રૂપિયા સુધીની છૂટ મેળવી શકે છે.
Ajio: 999 રૂપિયાના ઓર્ડર પર ફ્લેટ 200 રૂપિયાની છૂટ
નેટમેડ્સઃ 999 રૂપિયા+ એનએમએસ સુપરકેશના ઓર્ડર પર 20 ટકાની છૂટ છે.
રિલાયન્સ ડિજિટલઃ પસંદગીના ઓડિયો એક્સેસરીઝ પર ફ્લેટ 10 ટકાની છૂટ
રિલાયન્સ ડિજિટલઃ ઘરેલૂ ડિવાઇસ પર ફ્લેટ 10 ટકાની છૂટ.
આ પણ વાંચોઃ AC આ ટેમ્પ્રેચર પર કરી દો સેટ, ઘટી જશે વીજળીનું બિલ, અનેક લોકો અપનાવે છે ટ્રિક
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે