Home> Technology
Advertisement
Prev
Next

ફક્ત 109 રૂપિયામાં મળી રહી છે અનલિમિટેડ Calling-Internet ની ઓફર, અત્યારે જ કરો રિચાર્જ

આ પ્લાન હેઠળ કંપની ગ્રાહકોને ડેલી 1GB હાઇ સ્પીડ ડેટા, 300 લોકલ અને ઇન્ટરનેશનલ SMS સાથે તમામ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી લોકલ-STD અને રોમિંગ કોલિંગની સુવિધા આપી રહી છે.

ફક્ત 109 રૂપિયામાં મળી રહી છે અનલિમિટેડ Calling-Internet ની ઓફર, અત્યારે જ કરો રિચાર્જ

નવી દિલ્હી: ભારે ડિમાંડના લીધે વોડાફોન-આઇડિયા (Vi) એ પોતાના સસ્તા પોપ્યુલર પ્લાનને ભારતીય માર્કેટમાં ફરીથી લોન્ચ કર્યો છે. કંપનીના અનુસાર આ એક એફોર્ડેબલ પ્રી-પેડ રિચાર્જ પ્લાન (Prepaid Recharge Plan) છે, જેને એક્ટિવ કરવા માટે ગ્રાહકોએ માત્ર 109 રૂપિયા ખર્ચ કરવા પડે છે. 

fallbacks

Recruitment 2021: ગુજરાત હાઇકોર્ટમાં ભરતી, 1,42,400 સુધી મળશે પગાર

ગ્રાહકને મળશે આ સુવિધા
આ પ્લાન હેઠળ કંપની ગ્રાહકોને ડેલી 1GB હાઇ સ્પીડ ડેટા, 300 લોકલ અને ઇન્ટરનેશનલ SMS સાથે તમામ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી લોકલ-STD અને રોમિંગ કોલિંગની સુવિધા આપી રહી છે. આ તમામ સુવિધાઓ પ્લાન એક્ટિવ થયાના આગામી 20 દિવસ સુધી મળે છે. તો બીજી તરફ ઇન્ટરનેટની ડેલી લિમિટ પુરી થયા બાદ પણ ઇન્ટરનેટ ચાલશે પણ, ફક્ત તેની સ્પીડ ઓછી થઇ જશે. Vodafone અને Idea ના મર્જ દરમિયાન પહેલીવાર લોન્ચ થયેલા આ પ્લાનને લોકોએ ખૂબ પસંદ કર્યો, એટલા માટે હવે કંપનીએ તેને ફરીથી લોંચ કર્યો છે.

હમારા સ્વાગત નહી કરોગેં...લગ્નમાં બિન બુલાયે મહેમાન બની ત્રાટકી પોલીસ, ભોજન સમારંભમાં મચી દોડધામ

149 રૂપિયાવાળો પ્લાન પણ સારો
અત્યારે માર્કેટમાં વોડાફોન-આઇડિયાના 149 રૂપિયાવાળા પ્રી-પેડ પ્લાનને સૌથી સસ્તો ગણવામાં આવતો હતો, જે 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં ડેલી 3GB ડેટાની સુવિધા મળે છે. આ ઉપરંત મફત કોલિંગ અને 300 SMS નો લાભ પણ ગ્રાહકોને પણ આપવામાં આવે છે. એટલું જ નહી, કંપની આ સાથે 1GB એકસ્ટ્રા ડેટા, Vi મૂવિઝ અને ટીવીનું સબ્સક્રિપ્શન પણ આપી રહી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More