Home> Technology
Advertisement
Prev
Next

Vodafone-Idea ના 27 કરોડ યૂઝર્સ માટે સૌથી મોટા સમાચાર, કંપનીએ રિચાર્જ પ્લાનના ભાવમાં કર્યો વધારો

વોડાફોનના પ્રીપેડ પ્લાન્સની વધેલી કિંમત 25 નવેમ્બર 2021થી લાગૂ થશે. કંપનીએ પોતાના પ્રીપેડ પ્લાન્સને 500 રૂપિયા સુધી મોંઘા કરવાનો નિર્ણય કર્યો છે. એરટેલની જેમ વોડાફોન પણ પ્રતિ યૂઝર પોતાના એવરેજ રેવેન્યૂને વધારવાના પ્રયાસમાં છે.

Vodafone-Idea ના 27 કરોડ યૂઝર્સ માટે સૌથી મોટા સમાચાર, કંપનીએ રિચાર્જ પ્લાનના ભાવમાં કર્યો વધારો

નવી દિલ્હીઃ એરટેલ બાદ હવે વોડાફોન-આઈડિયા (Vi) એ પણ પોતાના પ્રીપેડ પ્લાનનો ભાવ વધારી દીધો છે. વોડાફોનના પ્રીપેડ પ્લાન્સની વધેલી કિંમત 25 નવેમ્બર 2021થી લાગૂ થશે. કંપનીએ પોતાના પ્રીપેડ પ્લાન્સને 500 રૂપિયા સુધી મોંઘા કરવાનો નિર્ણય કર્યો છે. એરટેલની જેમ વોડાફોન પણ પ્રતિ યૂઝર પોતાના એવરેજ રેવેન્યૂને વધારવાના પ્રયાસમાં છે. પ્રાઇઝ હાઇક બાદ વોડાફોનના બેસ પ્લાનની કિંમત એરટેલની જેમ 79 રૂપિયાથી વધી 99 રૂપિયા થઈ ગઈ છે. આવો જાણીએ વિગત...

fallbacks

79 રૂપિયાવાળો પ્લાન હવે 99 રૂપિયાનો
કંપનીએ પોતાના 79 રૂપિયાના બેઝ પ્લાનને મોંઘો કરી દીધો છે. હવે તેની કિંમત 99 રૂપિયા થઈ ગઈ છે. પ્લાનમાં 28 દિવસની વેલિડિટી સાથે 99 રૂપિયાનો ટોકટાઇમ અને 200MB ડેટા આપવામાં આવી રહ્યો છે. પ્લાનમાં કોલિંગ ચાર્જ 1 પૈસા પ્રતિ સેકેન્ડ છે. 

219 રૂપિયાવાળો પ્લાન હવે 269નો
કંપનીનો આ પોપ્યુલર પ્લાન 50 રૂપિયા મોંઘો થઈ ગયો છે. 28 દિવસની વેલિડિટી સાથે આવનાર આ પ્લાનમાં તમને અનલિમિડેટ કોલિંગ, દરરોજ 100 ફ્રી એસએમએસ અને દરરોજ 1 જીબી ડેટા મળશે. 

આ પણ વાંચોઃ 98 રૂપિયામાં 14 દિવસ સુધી દરરોજ 1.5GB ડેટા અને ફ્રી કોલિંગ, આ કંપની આપી રહી છે દમદાર ઓફર  

359 રૂપિયાનો થયો 299 રૂપિયાવાળો પ્લાન
299 રૂપિયાવાળો આ પ્લાન હવે 60 રૂપિયા મોંઘો થઈ ગયો છે. પ્લાનમાં કંપની દરરોજ 2જીબી ડેટા ઓફર કરે છે. 28 દિવસની વેલિડિટી સાથે આવનાર આ પ્લાનમાં અનલિમિડેટ કોલિંગ અને દરરોજ 100 ફ્રી એસએમએસનો પણ ફાયદો થાય છે. 

449 રૂપિયાવાળો પ્લાન થયો 539 રૂપિયાનો
કંપનીના આ પ્લાનમાં 90 રૂપિયાનો વધારો થયો છે. પ્લાનમાં કંપની યૂઝર્સને દરરોજ 2જીબી ડેટા અને 100 ફ્રી એસએમએસ ઓફર કરી રહી છે. પ્લાનના સબ્સક્રાઇબર્સ દેશબરમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિડેટ કોલિંગ કરી શકે છે. 

719 રૂપિયાનો થયો 599 રૂપિયાવાળો પ્લાન
84 દિવસની વેલિડિટી સાથે આવનાર આ પ્લાન કંપનીના સૌથી પોપ્યુલર પ્લાનમાંથી એક છે. પ્લાનમાં કંપની દરરોજ 1.5જીબી ડેટા, અનલિમિડેટ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ ઓફર કરી રહી છે. 

આ પણ વાંચોઃ iPhone 14 ખરીદનારાઓ માટે Good News, જબરદસ્ત ફિચર્સ સાથે માર્કેટમાં આવી રહ્યું છે Apple!

2899 રૂપિયાનો થયો 2399 રૂપિયાનો પ્લાન
કંપનીનો આ પ્લાન 500 રૂપિયા મોંઘો થઈ ગયો છે. 265 દિવસની વેલિડિટીવાળો આ પ્લાન અનલિમિડેટ કોલિંગ, ડેલી 100 ફ્રી એસએમએસની સાથે આવે છે. તો દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવે છે. 

ડેટા ટોપ-અપ પ્લાન્સ પણ થયા મોંઘા
વોડાફોન-આઈડિયાએ ટેરિફ્ટ વોઇસ પ્લાન્સ અને અનલિમિડેટ પ્લાન્સની સાથે ડેટા ટોપ પ્લાન્સને પણ મોંઘા કરી દીધા છે. કંપનીના ડેટા ટોપ-અપ પ્લાન્સની શરૂઆત 58 રૂપિયાથી થશે જે પહેલા 48 રૂપિયા હતી. ડેટા ટોપ-અપ પ્લાન્સની કિંમતોમાં કંપનીએ 10 રૂપિયાથી લઈને 67 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More