Home> Technology
Advertisement
Prev
Next

Vodafone-Ideaનું કાર્ડ યૂઝ કરનારા માટે સારા સમાચાર, મળશે 50 ટકા ડિસ્કાઉન્ટ

જો તમારી પાસે વોડાફોન-આઇડિયાનું પોસ્ટપેડ નંબર છે તો આ ડિસ્કાઉન્ટ સિટી બેંકના ક્રેડિટ કાર્ડથી ચૂકવણી કરવા પર મળશે.

Vodafone-Ideaનું કાર્ડ યૂઝ કરનારા માટે સારા સમાચાર, મળશે 50 ટકા ડિસ્કાઉન્ટ

નવી દિલ્હી: થોડા દિવસો પહેલા વોડાફોન અને આઇડિયાના મર્જર બાદ કંપનીએ તેના પ્રતિસ્પર્ધી કંપનીઓને ટક્કર આપવા માટે જબરદસ્ત પ્લાન લોન્ચ કરી રહી છે. હવે કંપની તેના પોસ્ટપેડ ગ્રાહકો માટે નવી ઓફર લઇને આવી રહી છે. કંપની તરફથી કરવામાં આવેલી નવી ઓફર બાદ આઇડિયા-વોડાફોનના પોસ્ટપેડ ગ્રાહકો મહિનાના બિલ પર 50 ટકા ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ પહેલા કંપનીએ પ્રીપેડ ગ્રાહકોને આકર્ષિત કરવા માચે આકર્ષક પ્લાન લઇને આવી છે.

fallbacks

વધુમાં વધુ કેશબેક 2400 રૂપિયા
જો તમારી પાસે વોડાફોન-આઇડિયાનું પોસ્ટપેડ નંબર છે તો આ ડિસ્કાઉન્ટ સિટી બેંકના ક્રેડિટ કાર્ડથી ચૂકવણી કરવા પર મળશે. કંપનીએ પોસ્ટપેડ ગ્રાહકો માટે સીટી બેંકની સાથે ભાગીદારી કરી છે. તેના અંતર્ગત વોડાફોન અને આઇડિયાના પોસ્ટપેડ ગ્રાહક તેમના માહિનાના બિલ પર 50 ટકા કેશબેક મેળવી શકે છે. ઓફરના અંતર્ગત એક વર્ષમાં વધુમાં વધુ 2400 રુપિયા કેશબેક મળશે.

વાંચવા માટે ક્લિક અહીં કરો: દુનિયાભરમાં થોડા કલાકો સુધી ઠપ્પ થયા બાદ આખરે Youtube શરૂ થતા યૂઝર્સને થયો હાશકારો

ક્રેડિટ કાર્ડથી કરવી પડશે ચુકવણી
એક વર્ષમાં 2400 રૂપિયા કેશબેકના આધાર પર તમને દર મહિને 200 રૂપિયાનું કેશબેક મળશે. વોડાફોન-આઇડિયાના ગ્રાહકોને 200 રૂપિયાનું કેશબેક મેળવવા માટે સિટી બેંકનું ક્રેડિટ કાર્ડથી બિલ ચુકવવું પડશે. બિલ પેમેન્ટ વોડાફોનની વેબસાઇટ My Vodafone એપ પર માય આઇડિયા એપ ડાઉનલોડ કરી તેના દ્વારા કરી શકાય છે.

આ પ્લાન પર નહી મળે ઓફર
જો તમે કંપનીના 299 રુપિયાવાળો પોસ્ટપેડ પ્લાન યૂઝ કરી રહ્યાં છો તો તમને આ ઓફરનો ફાયદો મળશે નહીં. કેશબેક મેળવવા માટે તમારી પાસે 399 રુપિયાનો વોડાફોન રેડ પ્લાન અથવા આઇડિયાનો 399 રૂપિયયાવાળો પોસ્ટપેડ પ્લાન હોવો જોઇએ. જો તમે પ્લાન 399 રૂપિયાવાળો છે તો તેમને 200 રૂપિયા કેશબેક મળશે.

ટેક્નોલોજીના વુધ સમાચાર વાંચવા માટે ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More