Home> Technology
Advertisement
Prev
Next

સાવધાન! કારમાં રાખેલી પાણીની બોટલ બની શકે છે આગનું કારણ.... જાણો કેવી રીતે

દરેક લોકો કારમાં મુસાફરી કરે ત્યારે જરૂર પાણીની બોટલ સાથે રાખતા હોય છે. આજના સમયમાં મોટા ભાગે આ બોટલ પ્લાસ્ટિકની હોય છે. જો તમે પણ કારમાં પાણીની બોટલ રાખતા હોવ તો આ સમાચાર વાંચી લો.

સાવધાન! કારમાં રાખેલી પાણીની બોટલ બની શકે છે આગનું કારણ.... જાણો કેવી રીતે

Water Bottle Causes Fire In Car: પાણીથી આગ લાગવાની વાત ક્યારેય સાંભળી છે, નહીં તો આજે અમે તમને જણાવી રહ્યાં છીએ કે પાણીની બોટલથી પણ આગ લાગી શકે છે. તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી કારમાં પડેલી પાણીની બોટલ આગનું કારણ બની શકે છે? હાં, આ એક અસામાન્ય પરંતુ સંભવ ઘટના છે. તમે વિચારી રહ્યાં હશો કે આ કઈ રીતે થઈ શકે, હકીકતમાં કારમાં રાખેલી પાણીની બોટલ લેન્સની જેમ કામ કરે છે અને સૂર્યના કિરણોને કેન્દ્રીત કરી શકે છે, જેનાથી જ્વલનશીલ પદાર્થ પર આગ લાગી શકે છે. આવો આ વિશે વિસ્તારથી જાણીએ, કારણ કે દરેક કાર ચાલકો માટે આ જરૂરી સૂચના છે.

fallbacks

આગ લાગવાના વૈજ્ઞાનિક કારણ
1. લેન્સ ઈફેક્ટ (Magnifying Effect):

જો પાણીની બોટલ પારદર્શી પ્લાસ્ટિકની છે અને તેમાં સ્વચ્છ પાણી ભરેલું છે તો તે સૂરજના કિરણોને કેન્દ્રીત કરી શકે છે, જેમ એક આવર્ધક લેન્સ કરે છે. જ્યારે આ કેન્દ્રીત કિરણ કોઈ જ્વલનશીલ વસ્તુ જેમ કે કારની સીટનું કપડું, પેપર, પ્લાસ્ટિક વગેરે પર પડે છે તો ત્યાં તાપમાન વધી શકે છે અને આગ લાગી શકે છે.

આ પણ વાંચોઃ iPhone યુઝર્સ માટે સૌથી મોટી ચેતવણી, અત્યારે જ ડિલીટ કરો આ એપ! ખતરામાં છે પ્રાઈવેસી

આવી ઘટનાથી કઈ રીતે બચશો?
હવે તે પણ જાણી લો કે આવી ઘટનાથી કઈ રીતે બચી શકાય છે. આ ખૂબ સરળ છે, બાકી કોઈ મોટી દુર્ઘટના સર્જાય શકે છે. આવો જાણીએ જેથી તમારે ભવિષ્યમાં ક્યારેય આગ જેવી ઘટનાનો સામનો ન કરવો પડે.

1. પારદર્શક પાણીની બોટલને સીધા સૂર્યપ્રકાશમાં ન રાખો.

2. બોટલને કપડા અથવા અખબારથી ઢાંકી દો.

3. કારમાં બોટલને સીટ અથવા ડેશબોર્ડ પર રાખવાને બદલે તેને ડોર હોલ્ડરમાં રાખો જ્યાં તેને સીધો સૂર્યપ્રકાશ ન આવે.

4. તમારી કારને તડકાને બદલે શેડમાં પાર્ક કરવાનો પ્રયાસ કરો.

5. ખુલ્લા પાર્કિંગ કરતાં અન્ડરકવર પાર્કિંગ વધુ સારું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More