Married Girl Most Google Searches: આજના યુગમાં લોકો કંઈક નવું જાણવા અને કંઈક નવું શીખવા માટાભાગે ગૂગલનો ઉપયોગ કરે છે. તો કેટલાક લોકો કોઈ મૂંઝવણ કે પછી કોઈ સવાલનો જવાબ જાણવા ગૂગલ પર સર્ચ કરે છે. સામાન્ય રીતે ગૂગલ આપણને આપણી સર્ચ હિસ્ટ્રી ડિલિટ કરવાનું ઓપ્શન આપે છે. પરંતું આપણા દ્વારા કરાયેલું દરેક સર્ચ ગૂગલ પર ક્યાંકને ક્યાં સેવ કરવામાં આવે છે. ત્યારે એક સંશોધનમાં સામે આવ્યું છે કે ગૂગલ પર પરિણીત છોકરીઓ સૌથી વધારે શું સર્ચ કરે છે. આવો જાણીએ કે પરિણીત છોકરીઓ આખેર ગૂગલ પર શું સર્ચ કરે છે અને કેવા પ્રકારના સવાલોના જવાબ શોધતી હોય છે.
ગૂગલ પર આ સર્ચ કરે છે પરિણીત છોકરીઓ
ગૂગલના ડેટા અનુસાર પરિણીત છોકરીઓ સૌથી વધારે સર્ચ કરે છે કે, તેમના પતિને પોતાની મુઠ્ઠીમાં રાખવા શું કરવું જોઇએ. તેમને પત્નીનો ગુલામ કેવી રીતે બનાવી શકાય. પરિણીત છોકરીઓ આ પણ સર્ચ કરે છે કે તેમના પતિને સૌથી વધુ શું ગમે છે. તેમની પસંદગી શું છે અને તેમને કઈ વસ્તુ ગમતી નથી. પરિણીત છોકરીઓ દ્વારા ઘણી વખત ગૂગલ પર આ સવાલ પણ સર્ચ કરવામાં આવે છે કે તેમના પતિનું મન જીતવા શું કરવું જોઇએ. તેમને કેવી રીતે ખુશ રાખવા. પરિણીત છોકરીઓ આ જાણવા પણ વધારે ઉત્સુક હોય છે કે, તેમણે તેમના પરિવારને વધારવાનો નિર્ણય ક્યારે લેવો જોઇએ અને બાળક પેદા કરવા માટે યોગ્ય સમય કયો હોઈ શકે છે.
આ પણ વાંચો:- વોટ્સએપ લાવ્યું ટેન્શન દૂર કરતું ફીચર! હવે App ઓપન કર્યા વગર માણો Voice Calls ની મજા
ગૂગલ પર સર્ચ કરવામાં આવતા સવાલ
તમને જે સવાલો વિશે જણાવવામાં આવ્યું તે સવિયા પણ કેટલાક એવા સવાલ છે જેના વિશે મહિલાઓ લગ્ન બાદ પણ ગૂગલ પર શોધે છે. તેમણે જાણવું હોય છે કે લગ્ન બાદ તેમને તેમના નવા પરિવાર સાથે કેવા પ્રકારનું વર્તન કરવું જોઇએ. તેમની સાસરીનો ભાગ તેઓ કેવી રીતે બની શકે છે. જે મહિલાઓ લગ્ન બાદ પણ કામ કરે છે, તેઓ ગૂગલ પર સર્ચ કરે છે કે તેમણે પોતાનો બિઝનેસ લગ્ન બાદ કેવી રીત ચલાવવો જોઇએ અને પરિવારને બિઝનેસની સાથે કેવી રીતે સંભાળવો જોઈએ?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે