લોકપ્રિય ચેટિંગ પ્લેટફોર્મ વોટ્સએપનો ઉપયોગ તમે જરૂર કરતા હશો. તેમાં ઢગલો ફીચર્સ પણ મળે છે. વોટ્સએપ સતત એવા ફીચર્સ આપે છે જેનાથી યૂઝર્સને ચેટિંગનો અનુભવ સરળ થાય. ખાસ વાત એ છે કે વોટ્સએપના તમામ ફીચર્સનો મોટાભાગના યૂઝર્સ તો ઉપયોગ પણ કરતા નથી હોતા. અનેક ટ્રિક્સ તેમને ખબર પણ હોતી નથી. આવી જ એક ટ્રિક તમે પણ જોઈ લો.
જો અમે તમને કહીએ કે તમે ફોન જોયા વગર જાણી શકો છો કે વોટ્સએપ પર કોનો મેસેજ આવ્યો છે તો કદાચ તમે વિશ્વાસ ન કરો. પરંતુ આ શક્ય છે. હકીકતમાં એપમાં પહેલેથી જ એક ખાસ ફીચર મળે છે જે અલગ અલગ કોન્ટેક્ટ્સ માટે અલગ મેસેજ ટોન સેટ કરવાનો વિકલ્પ આપે છે. આ રીતે ખાસ નોટિફિકેશન ટોન પ્લે થતા જ તમે સમજી જશો કે કોણે મેસેજ કર્યો છે.
ફોલો કરો આ સ્ટેપ્સ
- સૌથી પહેલા તમે ફોનમાં વોટ્સએપને લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરો અને ઓપન કરો.
- હવે તમારે તે કોન્ટેક્ટની ચેટ વિન્ડો ઓપન કરવાની રહેશે, જેના મેસેજ પર તમે ખાસ નોટિફિકેશન ટોન સાંભળવા માંગતા હોવ.
- સૌથી ઉપર જોવા મળી રહેલા કોન્ટેક્ટના નામ પર ટેપ કર્યા બાદ તમારી સામે Chat Info સ્ક્રીન ઓપન થઈ જશે.
- અહીં તમને Custom Notifications વિકલ્પ દેખાશે, તેના પર ટેપ કરો.
- સૌથી ઉપર જવા મળી રહેલા Use Custom Notifications ઓપ્શનની સામે જોવા મળી રહેલા બોક્સને ચેકમાર્ક કરતા જ તમને નવા વિકલ્પ મળશે.
- અહીં તમે ચેટ્સથી કોલ્સ સુધી માટે ખાસ ટોન સેટ કરી શકશો. જેના કારણે ખબર પડી જશે કે આ કોણે તમને મેસેજ મોકલ્યો છે.
તમે અલગ અલગ ચેટ્સ માટે અલગ અલગ કસ્ટમ નોટિફિકેશન સેટ કરી શકો છો. આ રીતે મેસેજ આવતા તમને ફોન જોયા વગર જ ખબર પડી જશે કે કોણે મેસેજ મોકલ્યો છે. આ વાત વોટ્સએપ કોલ્સ માટે પણ લાગૂ પડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે