WhatsApp Account Banned: મેટાના માલિકીવાળા વોટ્સએપ પોતાના યૂઝર્સની સુરક્ષા માટે અલગ-અલગ પ્રકારના ફીચર્સને જાહેર કરી રહી છે. સાથે જ તે એકાઉન્ટ્સને બંધ કરે છે જેનાથી અન્ય યૂઝરને સમસ્યા થઈ શકે છે. આઈટી નિયમ 2021 અંતર્ગત દરેક મહિને કંપની એક રિપોર્ટ જાહેર કરે છે. જેના પ્રમાણે ખાતાને બેન પણ કરે છે. જાણકારી સામે આવી છે કે ફેબ્રુઆરીમાં કંપનીએ 45 લાખથી વધારે ખાતાને બેન કરી દીધા છે. આવો તેના વિશે વિગતવાર જાણીએ.
આ પણ વાંચો:
OTPની કે પિનની જરૂર નથી... હવે Aadhaar Card થી પૈસાની કરો લેવડદેવડ, જાણો પ્રક્રિયા
અહીં તમે લખશો કે બીજી બાજુ AI તરત જ વીડિયો બનાવશે : ન તો શૂટિંગ કે ન એડિટીંગની ઝંઝટ
સાવચેત રહો... Google પર ભૂલથી પણ ન કરો આ વસ્તુઓ સર્ચ, બેન્ક અકાઉન્ટ થઈ જશે ખાલી
45 લાખ એકાઉન્ટ્સ કરાયા બંધ
ભારતમાં વોટ્સએપે ફેબ્રુઆરી મહિનામાં 45 લાખથી વધારે ખાતા પર પ્રતિબંધ લગાવી દીધો છે. વોટ્સએપના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરીની વચ્ચે 45,97,400 વોટ્સએપ એકાઉન્ટસ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. તેમાંથી 12,98,000 એકાઉન્ટ્સને સક્રિય રીતે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા હતા. વોટ્સએપના મંથલી કમ્પીલેન્સ રિપોર્ટ જાહેર કરવાની સાથે જ કંપનીના એક પ્રવક્તાએ કહ્યું કે તેને યૂઝર્સની સુરક્ષા રિપોર્ટ અંતર્ગત હાંસલ કરવામાં આવેલ યૂઝર ફરિયાદ સહિત વોટ્સએપ દ્વારા કરવામાં આવેલી કાર્યાવાહી અને પ્લેટફોર્મ પર દુરુપયોગને અટકાવવા માટેની કાર્યવાહીની માહિતી છે.
સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપના લગભગ 500 મિલિયન ભારતીય યૂઝર્સ છે. દેશમાં ફેબ્રુઆરીમાં વધુ એક રેકોર્ડ 2804 ફરિયાદ નોંધાઈ હતી. અને રેકોર્ડ 504 કાર્યવાહી થઈ હતી. તેના પછી જ એકાઉન્ટ્સને બેન કરવામાં આવ્યા. મેટાની માલિકીવાળા પ્લેટફોર્મે પોતાના ઈન્ડિયા મંથલી રિપોર્ટમાં ફેબ્રુઆરી 2023ના આંકડાનો ખુલાસો કર્યો. દેશના માહિતી અને ટેકનોલોજી નિયમ 2021 અંતર્ગત અહીંયા કામ કરનારા ડિજિટલ પ્લેટફોર્મને માસિક અનુપાલન રિપોર્ટ પ્રકાશિત કરવાનો હોય છે. જેમાં પ્રાપ્ત ફરિયાદોનું વિવરણ અને તેના પર કરવામાં આવેલી કાર્યવાહીનો ઉલ્લેખ હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે