Home> Technology
Advertisement
Prev
Next

Windows 10 અને Android યુઝર્સ સાવધાન! Bluetooth ના આ બગથી ખતરામાં છે તમારી ડિવાઈસ

Windows 10 અને Android યુઝર્સને Bluetoothમાં ખામીઓને કારણે સાવધાન થઈ જવાની જરૂરત છે. સિક્યોરિટી એક્સપર્ટ્સ મુજબ આમાં 16 વલ્નરેબિલિટી મળી આવી છે. આ વલ્નરેબિલિટીને BrakTooth નામ આપવામાં આવ્યું છે. આમાં અનેક ડિવાઈસ પ્રભાવિત થઈ છે.

Windows 10 અને Android યુઝર્સ સાવધાન! Bluetooth ના આ બગથી ખતરામાં છે તમારી ડિવાઈસ

નવી દિલ્હીઃ Windows 10 અને Android યુઝર્સને Bluetoothમાં ખામીઓને કારણે સાવધાન થઈ જવાની જરૂરત છે. સિક્યોરિટી એક્સપર્ટ્સ મુજબ આમાં 16 વલ્નરેબિલિટી મળી આવી છે. આ વલ્નરેબિલિટીને BrakTooth નામ આપવામાં આવ્યું છે. આમાં અનેક ડિવાઈસ પ્રભાવિત થઈ છે.

fallbacks

આમાં Bluetoothથી એક્સટર્નલ કનેક્ટ થનારી ડિવાઈસ સ્પીકર્સ, હેડફોન્સ, માઉસ, કીબોર્ડ અને અન્ય ડિવાઈસ પ્રભાવિત થયા છે. આ ખામીને કારણે ચીપ્સ બનાવતી કંપની જેવી કે Qualcomm, Intel અને Texas Instrumentsને અસર થઈ છે. આપને જણાવી દઈએ કે આ ચીપ્સનો ઉપયોગ અનેક મેનુફેક્ચરિંગ કંપનીઓ કરે છે. આમાં Microsoft Surface લેપટોપ્સ, Dell ડેસ્કટોપ પીસી અને અનેક એન્ડ્રોઈડ સ્માર્ટફોન્સ જેવા કે Samsung, Google Pixel, OnePlus અન્ય સ્માર્ટફોન્સ છે.

રિસર્ચર્સે 13 ચીપ્સના 11 વેન્ડર્સ પર આ અંગે અભ્યાસ કર્યો હતો. Singapore Universityના એક રિપોર્ટ મુજબ આ બગ્સ કમ સે કમ 1400 એમ્બેડેડ ચીપ્સ કોમ્પોનેન્ટ્સ પર મળી આવ્યા છે. આ બગથી અનેક ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સ જેવા કે સ્માર્ટફોન્સ, લેપટોપ્સ અને સ્માર્ટહોમ ગેજેટ્સ પ્રભાવિત થયા છે. આ તમામ Bluetooth કનેક્ટિવિટી સાથે આવે છે. એક અનુમાન મુજબ 1 બિલિયનથી વધુ ડિવાઈસ જે બ્લુટુથ પર આધારિત છે તેઓ પ્રભાવિત થયા છે. ડેમેજને લઈ કહેવામાં આવ્યું છે કે ચીપસેટ સાથે ડિવાઈસના ટાઈપ પર ડિપેન્ડ કરે છે.

કેટલીક ડિવાઈસમાં જ્યારે ક્રાફ્ટેડ પેકેટ મોકલવામાં આવે છે ત્યારે તે ક્રેશ કરી જાય છે. આને સિંપલ રિસ્ટાર્ટથી ઠીક કરી શકાય છે. આનો ફાયદો ઉઠાલી હેકર્સ મેલેશિયસ કોડને રિમોટલી રન કરી શકે છે. આનાથી ડિવાઈસમાં મેલવેરને રિમોટલી ઈન્સ્ટોલ કરી શકાય છે. આનાથી બચવા માટે તમારે તમારા વિંડોઝ 10 અથવા એન્ડ્રોઈડ ડિવાઈસને લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરવાની જરૂર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More