Home> Technology
Advertisement
Prev
Next

હવે અચાનક કોઈ માણસ કે વાહન તમારી ગાડી સામે આવી જશે તો પણ નહીં થાય અકસ્માત! Car માં લાગશે X ray Vision!

હવે બિલ્ડિંગ કે મોટાં વાહનોની પાછળ કોઈ વ્યક્તિ કે વાહન અચાનક આવી જશે તો બ્રેક વાગી જશે અને આ રીતે અકસ્માતને રોકી શકાશે. તેના માટે કારમાં લગાવવામાં આવશે એક્સ-રે વિઝન સિસ્ટમ. વિદેશમાં હાલ આ અંગે ટ્રાયલ ચાલી રહ્યાં છે. ખુબ જ ઝડપથી આ ટેકનોલોજી આપણાં સુધી પહોંચે તેવી સંભાવના છે.

હવે અચાનક કોઈ માણસ કે વાહન તમારી ગાડી સામે આવી જશે તો પણ નહીં થાય અકસ્માત! Car માં લાગશે X ray Vision!

નવી દિલ્હીઃ હવે બિલ્ડિંગ કે મોટાં વાહનોની પાછળ કોઈ વ્યક્તિ કે વાહન અચાનક આવી જશે તો બ્રેક વાગી જશે અને આ રીતે અકસ્માતને રોકી શકાશે. તેના માટે કારમાં લગાવવામાં આવશે એક્સ-રે વિઝન સિસ્ટમ. વિદેશમાં હાલ આ અંગે ટ્રાયલ ચાલી રહ્યાં છે. ખુબ જ ઝડપથી આ ટેકનોલોજી આપણાં સુધી પહોંચે તેવી સંભાવના છે. આ સિસ્ટમને કારણે અચાનક થતા અકસ્માતોને અટકાવી શકાશે.

fallbacks

ઉદાહરણ તરીકે જો તમે કાર ડ્રાઈવ કરી રહ્યા છો અને કોઈ બિલ્ડિંગની પાછળથી કોઈ વ્યક્તિ અચાનક નીકળી સામે આવી જાય કે પછી કોઈ ટ્રક કે બસની આડમાં છુપાયેલો સાઇક્લિસ્ટ કે પગપાળા યાત્રી ન દેખાય તો અકસ્માત સર્જાવાની આશંકા રહે છે. ઓટોનોમસ કાર માટે તો આ વધુ મુશ્કેલ છે. આ સમસ્યાને દૂર કરવા ઓસ્ટ્રેલિયન ઈનોવેટર્સે એક ગ્રાઉન્ડ બ્રેકિંગ ટેક્નોલોજી શોધી કાઢી છે. તેની મદદથી ઓટોનોમસ કારથી થતાં અકસ્માતને અટકાવી શકાશે. આ નવી ટેક્નોલોજી ઓટોનોમસ ગાડીઓને એક્સ-રે વિઝન આપે છે જેથી તે પગપાળા ચાલનારા, સાઈક્લિસ્ટ કે એ વાહનોને ટ્રેક કરવામાં મદદ કરે જે અસ્પષ્ટ હોઈ શકે છે.

તેને કલેક્ટિવ કે કોઓપરેટિવ પરસેપ્શન(સીપી) નામ અપાયું છે. આ ટેક્નોલોજીથી બીજી ગાડીઓનો ડેટા પણ શેર કરી શકાશે જેથી અકસ્માત થતા રોકવામાં મદદ મળશે. માની લો કે “એ’ કાર ચારસ્તા પર છે અને તેને બીજા રસ્તા પર જતો રાહદારી દેખાતો નથી દેખાઈ રહ્યો તો એ જ રસ્તેથી આવતી ‘બી’ કાર રાહદારીનો ડેટા ‘એ’ કારને શેર કરી દેશે જેથી તે એલર્ટ થઈ જાય.

આઈમૂવ પ્રોજેક્ટ હેઠળ ટ્રાન્સપોર્ટ કંપની કોડા વાયરલેસ અને સિડની યુનિવર્સિટીની ટીમે આ ટેક્નોલોજી બનાવી છે. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા પ્રો.એડુઆર્ડો નોબેટ કહે છે કે આ ટેક્નોલોજી માનવી દ્વારા ચલાવાતી અને ઓટોનોમસ બંને પ્રકારની ગાડીઓ માટે ગેમચેન્જર છે. સીપી સ્માર્ટ ગાડીઓમાં લાગેલાં પરસેપ્શન સેન્સરની ભૌતિક તથા વ્યવહારિક સરહદો પર જઈને કામ કરવામાં સક્ષમ બનાવે છે. પ્રો.નોબેટે કહ્યું કે એક ટેસ્ટ દરમિયાન સીપીથી સજ્જ વાહન એક મોટી ઈમારત પાછળથી આવતી અંધ વ્યક્તિને ટ્રેક કરવામાં સફળ રહ્યું હતું.

એપલના આગામી વર્ષે લોન્ચ થનાર આઈફોન અને વોચમાં ક્રેશ ડિટેક્શન ફીચર અપાશે. દુર્ઘટના થતા એપલ આઈફોન અને વોચ હેલ્પલાઇન(911) ને જાતે જ કોલ કરી દેશે. આ ડિવાઈસમાં એક્સલરોમીટર ચિપ અપાશે જે કોઈ પણ પ્રકારના અસમાન્ય પરિવર્તનને ઓળખી જશે. એપલે આઈફોન તથા વૉચ યુઝર્સનો ડેટા ગુપ્ત રીતે જમા કરાયો છે. તેમાં 1 કરોડ વ્હિકલ ઈમ્પેક્ટ શોધી કાઢવામાં આવી છે. તેની સાથે જ 911ને અપાયેલી સૂચનાનો પણ વિસ્તૃત ડેટા કંપની પાસે ઉપલબ્ધ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More