Home> Technology
Advertisement
Prev
Next

આવતી કાલથી શાઓમીનું દિવાળી સેલ, ફ્રીમાં સ્માર્ટફોન જીતવાની તક 

શાઓમીનું સેલ 23 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી ચાલશે

આવતી કાલથી શાઓમીનું દિવાળી સેલ, ફ્રીમાં સ્માર્ટફોન જીતવાની તક 

નવી દિલ્હી : ચાઇનીઝ સ્માર્ટફોન કંપની શાઓમી દિવાળી ફેસ્ટિવલ પહેલાં “Diwali with Mi” સેલનું આયોજન કરી રહી છે. કંપનીનું આ સેલ 23 ઓક્ટોબરથી શરૂ થઈને 25 ઓક્ટોબર સુધી ચાલશે. 23 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી ચાલનારા દિવાળી સેલમાં સ્માર્ટ ફોન્સ, સ્માર્ટ ટીવી, હેડફોન્સ, પાવરબેન્ક સહિતની શાઓમીની પ્રોડક્ટ્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સેલનો લાભ શાઓમીની વેબસાઈટ્સ પરથી શોપિંગ કરવા પર જ મળશે.

fallbacks

Google એન્ડ્રોઇડ ફોન ઉત્પાદકો પાસેથી લેશે ગૂગલ પ્લે સ્ટોર અને અન્ય મોબાઇલ એપ્સના પૈસા

શાઓમી દિવાળી સેલમાં કેટલીક ખાસ ઓફર્સ પણ મળી રહી છે. જેમાં યુઝર્સ શાઓમીની સાઈટ પર Cracker Ninjaમાં પાર્ટિસિપેટ કરી શકે છે. આ ગેમમાં યુઝર્સે સ્ક્રીન પર દેખાતા ફટાકડા ફોડવાના રહેશે. સૌથી વધુ ફટાકડા ફોડવા પર યુઝર્સ  Poco F1, Redmi Y2 અને પાવર બેન્ક જીતી શકે છે. આ ઉપરાંત કૂપન્સ પણ જીતવાની તક મળશે. Cracker Ninja ગેમ 25 ઓક્ટોબર સુધી ચાલશે. જ્યારે More Likes, More Discounts એક્ટિવિટીનો આજે અંતિમ દિવસ છે. આ ગેમ તમે આજ રાત સુધી રમી શકો છો.

JIO Diwali Offer : યુઝર્સને આખુ વર્ષ મફતમાં મળશે આખુ વર્ષ ડેટા, જાણો કઇ રીતે !

શાઓમી પોતાના અન્ય પાર્ટનર પ્લેફોર્મ પર પણ દિવાળી સેલમાં જુદી જુદી ઓફર્સ આપી રહી છે. જો તમે પેટીએમ મોલ પરથી 7,500 કે વધુ રકમનું શોપિંગ કરીને એસબીઆઈ કાર્ડથી પેમેન્ટ કરો છો, તો એસબીઆઈ તરફથી 750 રૂપિયા સુધીનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે. Redmi Note 5 Pro અને Poco F1 ખરીદનાર યુઝર્સ પેટીએમથી પેમેન્ટ કરવાને પર 500 રૂપિયાનું કેશબેક મળી શકે છે. 2 હજાર રૂપિયા કે વધુનું પેમેન્ટ જો તમે Mobikwik દ્વારા પેમેન્ટ કરવા પર 20 ટકા સુધી કેશબેક ઓફર મળે છે. એમેઝોન પે દ્વારા શાઓમી સ્માર્ટ ટીવી 4A (32 ઈંચ અને 43 ઈંચ)નું ટીવી ખરીદવા પર 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 

ટેકનોલોજીને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More