Home> Technology
Advertisement
Prev
Next

Xiaomi લાવી રહી છે Drone Camera Phone, હવામાં ઉડીને ખેંચશે HD Photos, જાણો ક્યારે થશે લોન્ચ

Xiaomi Drone Camera Phone: Xiaomi ના ડ્રોન કેમેરા ફોનએ ઇન્ટરનેટ પર ખૂબ ધ્યાન આકર્ષિત કર્યું છે. લોકો જાણવા માંગે છે કે આ ફોન કેવી રીતે કામ કરશે. આ પહેલીવાર નથી જ્યારે કોઇ ફર્મએ બજારમાં નવી ટેક્નોલોજી રજૂ કરવા માટે ચર્ચામાં રહી હોય. Vivo એ આ ટેક્નોલોજી પેન્ટેંટ કરાવી છે. Xiaomi ડ્રોન કેમેરા ફોનએ ઉત્સાહી લોકોની રૂચિને વધારી દીધી છે. જો તેના રિલીઝ થવાની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. આવો જાણીએ Xiaomi આ નવા સ્માર્ટફોનમાં શું ખાસ છે... 

Xiaomi લાવી રહી છે Drone Camera Phone, હવામાં ઉડીને ખેંચશે HD Photos, જાણો ક્યારે થશે લોન્ચ

નવી દિલ્હી: Xiaomi Drone Camera Phone: Xiaomi ના ડ્રોન કેમેરા ફોનએ ઇન્ટરનેટ પર ખૂબ ધ્યાન આકર્ષિત કર્યું છે. લોકો જાણવા માંગે છે કે આ ફોન કેવી રીતે કામ કરશે. આ પહેલીવાર નથી જ્યારે કોઇ ફર્મએ બજારમાં નવી ટેક્નોલોજી રજૂ કરવા માટે ચર્ચામાં રહી હોય. Vivo એ આ ટેક્નોલોજી પેન્ટેંટ કરાવી છે. Xiaomi ડ્રોન કેમેરા ફોનએ ઉત્સાહી લોકોની રૂચિને વધારી દીધી છે. જો તેના રિલીઝ થવાની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. આવો જાણીએ Xiaomi આ નવા સ્માર્ટફોનમાં શું ખાસ છે... 

fallbacks

Xiaomi Drone Camera Phone: ક્યારે લોન્ચ થશે?
દુનિયાની સૌથી મોટી સ્માર્ટફોન નિર્માતા કંપની Xiaomi એ પોતાના ક્રાંતિકારી ડ્રોન કેમેરા ફોન કોન્સેપ્ટથી ચર્ચામાં છે. Xiaomi ડ્રોન કેમેરા ફોનની લોન્ચ ડેટ સામે આવી નથી. Xiaomi એ તાજેતરમાં જ નવા કેમેરા કોન્સેપ્ટ માટે એક પેન્ટેંટ ફાઇલ કરી છે જેને તે પોતાના સ્માર્ટફોનમાં રજૂ કરવા માંગે છે. કોન્સેપ્ટના પેન્ટેંટ અનુસાર કંપનીના અપકમિંગ પાવરફૂલ કેમેરા ફોનમાં ડ્રોન ટેક્નોલોજી સામેલ હશે. તેનો અર્થ એ છે કે ફોનનો સારો કેમેરા હાર્ડવેર ફોનથી અલગ થઇ જશે. 

BANK ની ખાસ સ્કીમ! કોવિડમાં બંધ થઇ ગયેલા બિઝનેસને ચપટી વગાડતાં જ મળશે 10 કરોડ રૂપિયા સુધીનો ફાયદો

એવું લાગે છે કે હાર્ડવેરમાં કાર્યશીલ રાખવા માટે એમ્બેડેડ બેટરી હશે. આ હાર્ડવેર, હાલના પોપ-અપ કેમેરા ટેક્નોલોજીની માફક ફોનની અંદર રાખવામાં આવશે. ડ્રોન કેમેરાને યૂઝર્સ પોતાના સ્માર્ટફોન દ્વારા કંટ્રોલ કરશે. ફોનનો કેમેરા 200MP નો હોઇ શકે છે. 

શું Xiaomi ડ્રોન કેમેરા ફોન એક હકીકત બની જશે?
Xiaomi ની આ ટેક્નોલોજી ગેમ ચેંજર બની શકે છે. તેને બનાવવામાં ખૂબ મહેનત લાગી  રહી છે. ડ્રોન હાર્ડવેરને ચાર્જ કરવા માટે ફોનમાં એક નાનકડી બેટરી આપવામાં આવી શકે છે. જો ડ્રોન ફોનમાં ફિટ થશે, તો આ થોડો મોટો થઇ જશે. જો ડ્રોન ફોનમાં ફસાય જાય છે અને મોટી મુશ્કેલી થઇ શકે છે. બની શકે ફોન વોટરપ્રૂફ હોય. 

Phone ની ગેલેરીમાંથી આ રીતે સંતાડો પોતાની અંગત તસવીરો અને વીડિયો, કોઇપણ જોઇ શકશે નહી

Xiaomi Drone Camera Phone ની કિંમત
Xiaomi ના અપકમિંગ ફ્લાઇંગ કેમેરા સ્માર્ટફોનની કિંમત અને લોન્ચ ડેટની વાત કરીએ તો તેના વિશે કંઇપણ કહેવું મુશ્કેલ છે કારણ કે કંપનીએ અત્યાર સુધી આ સ્માર્ટફોન વિશે કંઇપણ લીક કર્યું નથી. પરંતુ તમને જણાવી દઇએ કે ફ્લાઇંગ કેમેરાવાળો આ ફોન દુનિયાનો પ્રથમ એવો ફોન હશે જેમાં આપણને ફ્લાઇંગ ડ્રોન કેમેરા જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More