Home> Technology
Advertisement
Prev
Next

બંધ થયું Yahoo Messenger, હવે નવા રૂપમાં આવશે મેસેંજર, શિફ્ટ થશે યૂજર્સ

ઇંસ્ટેંટ મેસેજિંગની દુનિયાથી જેણે લોકોને રૂબરૂ કરાવ્યા અને તમારા ડેસ્કટોપ તથા મોબાઇલમાં ખાસ સ્થાન બનાવી લીધું. મેસેજિંગની દુનિયામાં ક્રાંતિ લાવનાર તે યાહૂ મેસેંજર હવે સંપૂર્ણપણે બંધ થઇ ગયું છે. 'યાહૂ મેસેંજર'ને આજે એટલે કે 17 જુલાઇથી હંમેશા માટે બંધ કરી દેવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલાં યાહૂએ મેસેંજરને બંધ કરવાની જાહેરાત કરી હતી. હવે તમે તેના પર ચેટ નહી કરી શકો અને આ કામ કરવાનું બંધ કરી દેશો. 

બંધ થયું Yahoo Messenger, હવે નવા રૂપમાં આવશે મેસેંજર, શિફ્ટ થશે યૂજર્સ

નવી દિલ્હી: ઇંસ્ટેંટ મેસેજિંગની દુનિયાથી જેણે લોકોને રૂબરૂ કરાવ્યા અને તમારા ડેસ્કટોપ તથા મોબાઇલમાં ખાસ સ્થાન બનાવી લીધું. મેસેજિંગની દુનિયામાં ક્રાંતિ લાવનાર તે યાહૂ મેસેંજર હવે સંપૂર્ણપણે બંધ થઇ ગયું છે. 'યાહૂ મેસેંજર'ને આજે એટલે કે 17 જુલાઇથી હંમેશા માટે બંધ કરી દેવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલાં યાહૂએ મેસેંજરને બંધ કરવાની જાહેરાત કરી હતી. હવે તમે તેના પર ચેટ નહી કરી શકો અને આ કામ કરવાનું બંધ કરી દેશો. 

fallbacks

સૌથી પહેલું મેસેંજર છે યાહૂ
યાહૂ મેસેંજર પહેલી ઇંસ્ટેટ મેસેજિંગ સર્વિસમાંથી એક ગણવામાં આવે છે. એક સમય હતો જ્યારે કોમ્યુટર અને ઇન્ટરનેટનો ઉપયોગ કરનાર લોકો પાસે તે ન હોવાની કલ્પના પણ ન કરી શકાય. આ પહેલાં યાહૂએ કહ્યું હતું કે અમે વધારે સારું નવું કોમ્યુનિકેશન ટૂલ બનાવવા માટે યાહૂ મેસેંજરને બંધ કર્યું છે જે ગ્રાહકોની જરૂરિયાતોને વધુ અનુરૂપ હોય.'' મેસેજિંગની દુનિયામાં એક સમય સુધી યાહૂએ એકેલા રાજ કર્યું અને બીજી કંપનીઓને આ ક્ષેત્રમાં આવવાનો માર્ગ બતાવ્યો. 

Squirrel પર શિફ્ટ થશે યૂજર્સ
તમને જણાવી દઇએ કે વેરિજોનના સ્વામિત્વવાળી યાહૂએ કહ્યું કે યાહૂ મેસેંજરે નવી મેસેજિંગ એપ સ્ક્વિરલ (Squirrel) પર શિફ્ટ કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે ગૂગલ પ્લે સ્ટોર પર યાહૂ મેસેંજરના ડાઉનલોડની સંખ્યા 50,000,000થી પણ વધુ છે. આ વર્ષે જૂનમાં કંપનીએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું, 'અમે જાણીએ છીએ કે અમારી પાસે વિશ્વનીય યૂજર્સ છે જે યાહૂ મેસેંજરને શરૂઆતથી ઉપયોગ કરે છે. યાહૂ મેસેંજર વેબ મેસેજિંગ એપના મામલે સૌથી જૂની એપ છે. અમે કેટલાક નવા ફેરફાર સાથે નવી એપ સ્ક્વિરલને યાહૂ મેસેંજરની જગ્યાએ રજૂ કરી છે જે અમારા યૂજર્સને ખૂબ પસંદ આવશે. 

કેમ બંધ થઇ ગયું યાહૂ મેસેંજર?
ટેક એક્સપર્ટનું માનીએ તો યાહૂ મેસેંજર, આજના જમાનામાં સ્માર્ટ ઇંસ્ટેંટ મેસેજિંગ સર્વિસ જેવી વોટ્સએપ, સ્નૈપચેટ અને ફેસબુક મેસેંજરના જમાનામાં સર્વાઇવ કરી શકશે નહી. જોકે યાહૂએ પોતાની મેસેજિંગ સર્વિસને બંધ કરી દીધી. ટેક્નોલોજીની દુનિયામાં જ્યાં સુધી તમે ટોચ પર રહો, દુનિયામાં બીજા ક્ષેત્રોની કંપનીઓના મુકાબલે બચવું મુશ્કેલ થઇ જાય છે. સતત ગ્રાહકોની જરૂરિયાતો અને ટેક્નોલોજી બદલાતી રહે છે અને તમારે તેની સાથે ચાલવું પડે છે.
fallbacks

1998માં શરૂ થયું હતું મેસેંજર
યાહૂ મેસેંજરની શરૂઆત 9 માર્ચ 1998ના રોજ યાહૂ પેજર તરીકે થઇ હતી. 21 જૂન 1999ના રોજ યાહૂ મેસેંજર તરીકે તેની રી-બ્રાંડીંગ કરવામાં આવી. 2001માં યાહૂ મેસેંજરના 11 મિલિયન યૂજર્સ હતા જે 2006માં વધીને 19.3 મિલિયન થઇ ગયા અને 2009માં આ આંકડો 122.6 મિલિયન યૂજર્સનો થઇ ગયો. 2014માં તેના ગેમ્સને રિમૂવ કરી લેવામાં આવી. 2015માં તેના અનસેંડ ફીચર્સની સાથે તેનું નવું વર્જન પણ લોંચ કરવામાં આવ્યું હતું. 

ચેટ હિસ્ટ્રી ડાઉનલોડ માટે મળશે સમય
મેસેંજર બંધ કરવાની જાહેરાત કરતાં યાહૂએ કહ્યું કે આગામી છ મહિના સુધી યૂજર્સ પોતાના અંગત કોમ્યુટર અથવા ડિવાઇસમાં પોતાની ચેટ હિસ્ટ્રી ડાઉનલોડ કરી શકશે. તેના માટે 6 મહિનાનો સમય આપી રહી છે. મેસેંજર બંધ થતાં યૂજર્સ માટે ચેટ હિસ્ટ્રીને મેળવવી મુશ્કેલ હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More