સ્ટેટ જીએસટી વિભાગે સુરતમાંથી ઝડપાયું 10 કરોડનું બોગસ ખરીદી કૌભાંડ
સુરતના ઉધના ઉદ્યોગનગરમાંથી રૂપિયા 10 કરોડનું બોગસ બીલિંગ કૌભાંડ ઝડપાયું છે. ઉદ્યોગનગરમાં આવેલ કરીમ ટ્રેડર્સનું બોગસ બીલિંગ રેકેટ ઝડપાયું છે. બોગસ બીલિંગ દ્વારા જીએસટી વિભાગને 10 કરોડથી વધુનો ચૂનો ચોપડતા ડીજીજીઆઈ કૌભાંડ ઝડપી પાડ્યું હતું. ઉધના ઉદ્યોગ નગરમાં આવેલ સલીમ અહેમદ પંજવાણીએ કરીમ ટ્રેડર્સ નામથી કંપની શરૂ કરી હતી. વાપી, બીલીમોરા, અંકલેશ્વરમાં પણ કંપની ખોલી હતી. તમામ કંપનીઓમાં માલ મોકલ્યા હોવાનું બતાવી લાંબા સમયથી ખોટી રીતે જીએસટી ક્રેડિટ મેળવવામાં આવતી હતી. પ્રાપ્ત જાણકારીના પગલે ડીજીજીઆઈએ 22 અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં 10 કરોડથી વધુના બોગસ બિલ બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે. કાગળ પર જ માલ મોકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે મેળવવામાં આવી હતી. જેના પગલે દસ્તાવેજી કાગળો જપ્ત કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

|Updated: Jan 18, 2020, 11:30 AM IST