લાફાકાંડ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. મંગળવારે દિલ્હી સચિવાલયમાં કેજરીવાલ પર કોઈ વ્યક્તિએ લાલ મરચાનો પાઉડર ફેંક્યો છે. અચાનક થયેલી આ ઘટનાથી કેજરીવાલ ચોંકી ગયા હતા જ્યારે સુરક્ષા અધિકારીઓ હચમચી ગયા હતા. ઘટનાસ્થળ પર હાજર અધિકારીઓએ આરોપીને પકડી લઈને તેની પુછપરછ શરૂ કરી છે