Dahod RTO Inspector Viral Video: દાહોદથી એક એવો ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે જેમાં આરટીઓ ઈન્સ્પેક્ટર વી કે પરમારનો અમદાવાદ-ઈન્દોર હાઈવે પર એક ટ્રક ડ્રાઈવરને લાકડીથી ઢોર માર મારતી જોવા મળે છે. જેમાં તેમની સાથે સાથી કર્મચારીઓ પણ છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઘેરા પડઘા પડ્યા છે. ઘટના 4 જુલાઈના રોજ સવારે દાહોદના દેવગઢ બારીયા તાલુકાના અસાયડી કામ નજીક ઈન્દોર અમદાવાદ હાઈવે પર ઘટી. આરટીઓ ઈન્સ્પેક્ટરનું કહેવું છે કે અમે ટ્રક ઊભી રાખવાનો પ્રયત્ન કર્યો પરંતુ ટ્રક ચાલકે તે રોકી નહીં તેથી અમે બેરિકેડિંગ મૂકી હતી પરંતુ તેને ટક્કર મારીને ડ્રાઈવરે ભાગવાનો પ્રયત્ન કર્યો. અમે પાઈપ બતાવીને માત્ર ડરાવવાનો પ્રયત્ન કર્યો, મારપીટ કરી નથી. જો કે વાયરલ વીડિયોમાં મારતા હોય તેવું દેખાય છે.
Dahod rto inspector brutally beats truck driver video goes viral