કડકડતી અને હાડ થીજવતી ઠંડીમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા કોડીનારની આ સ્કૂલના બાળકો
ગીર સોમનાથના કોડીનારમાં આવેલી ભાભા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને કડકડતી અને હાડ થીજવતી ઠંડીમાં ખુલ્લામાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. શાળા જર્જરિત બનતા વિદ્યાર્થીઓ ખુલ્લામાં બેસવા મજબૂર થયા છે. આ વિદ્યાલયમાં આશરે 1200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાનું બાંધકામ વર્ષો જૂનું હોવાથી શાળામાં અંદર પોપડા ખરતા હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. તેમજ ઉપરથી મલબો તેમજ પથ્થર તૂટતા બાળકોમાં ભય પેસી ગયો છે. છેલ્લા ઘણા સમયથી સંચાલકો તફથી ફંડ ન મળતા શિક્ષકો ફાળો કરી રૂપિયા ભેગા કરી જરૂરિયાત મુજબ શાળના ઓરડાનું સમારકામ કરાવે છે. પરંતુ આખી શાળા માટે ભંડોળ એકઠું કરવું ઘણું મુશ્કેલ છે. તેથી સરકાર આ બાબતે ધ્યાન આપી નવું બિલ્ડિંગ બનાવી આપે તેવી શિક્ષકો તરફથી માંગ કરવામાં આવી રહી છે.

|Updated: Jan 21, 2020, 12:10 PM IST