બિન સચિવાલય પેપરલીક મામલો: અમદાવાદની આ સ્કૂલમાં ફૂટ્યું પેપર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત 17 નવેમ્બરે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્ક-3ની ભરતી પરીક્ષાને 16 ડિસેમ્બરે રાજ્ય સરકારે રદ કરી હતી. જો કે આ મામલે આજે પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી છે. આ અંગે રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું કે, પ્રવીણદાન ગઢવી પેપરલીક કાંડનો મુખ્ય સૂત્રધાર છે. વોટ્સએપ અને ટેલિગ્રામ પર પેપર મોકલવામાં આવ્યું હતું. તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ વિજયસિંહ વાઘેલાની પણ સંડોવણી છે અને દાણીલીમડાની એક સ્કૂલમાંથી પેપરલીક થયું હતું. લખવિંદર સિંહ નામનો આરોપી કોંગ્રેસનો કાર્યકર છે. સ્કૂલ સંચાલકો મારફતે આખું કૌભાંડ થયું છે. આ સ્કૂલ સામે તપાસ ચાલુ કરવામાં આવી છે. ફખરુદ્દીન નામના શખ્સે પેપરના ફોટોઝ પાડ્યા હતા.

|Updated: Dec 25, 2019, 11:50 PM IST