રાજકોટ ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને આમંત્રણ ન આપવાની સૂચના અપાઈ હોવાનું કહેવાય છે. સૂત્રના જણાવ્યાં મુજબ શહેર ભાજપ પ્રમુખે સૂચના આપી હોવાની માહિતી છે. જાહેરમાં નિવેદનો આપતા સંગઠને મોટી કાર્યવાહી કરી હોવાનું કહેવાય છે. આ મુદ્દે રાજકોટના ડેપ્યુટી મેયરે ગોળ ગોળ જવાબ આપ્યા. નરેન્દ્રસિંહ જાડેજાનું કહેવું છે કે ભાજપ અમારો પરિવાર છે. રામભાઈ મોકરિયા અમારા વડીલ છે. ભાજપમાં બધા પરિવારની જેમ જ કામ કરે છે. અત્રે જણાવવાનું કે RMC ના કાર્યક્રમની પત્રિકામાં રામભાઈનું નામ નથી. ભાજપના કાર્યક્રમોમાં રામ મોકરિયાની નો એન્ટ્રી હોવાનું કહેવાય છે. આરએમસીના છેલ્લા 3 કાર્યક્રમની પત્રિકામાં નામ જ નથી.
Internal factionalism in Rajkot BJP over Ram Mokariya watch video for more details