નાગરવેલનો છોડ ચોમાસામાં વાવવાથી વેલ ઝડપથી વધવા લાગે છે.
નાગરવેલના પાનનો ઉપયોગ હિંદુ ધર્મમાં પૂજા-પાઠ દરમિયાન પણ કરવામાં આવે છે.
ચોમાસામાં આ વેલ ઝડપથી વધે છે. આ વેલ વાવવા માટે કુંડુ, માટી, ખાતર, બીજની જરુર પડશે.
એક કુંડામાં માટી ભરી તેમાં ખાતર મિક્સ કરો.
કુંડાને 2 થી 3 દિવસ તડકામાં રાખો અને પછી તેમાં બીજ દબાવી દો.
કુંડાને રોજ થોડી થોડી વાર તડકામાં રાખો અને થોડું થોડું પાણી ઉમેરવું. અને થોડું થોડું પાણી ઉમેરવું.
2 સપ્તાહમાં બીજ અંકુરિત થઈ જશે. બીજ અંકુરિત થયા પછી 3 થી 4 સપ્તાહમાં છોડ વધવા લાગશે.
ત્યાર પછી કુંડામાં એક લાકડી રાખી દો. જેના પર વેલ વધવા લાગશે.