ફુદીનાનો ઉપયોગ કરી અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવે છે.
ઘરે તમે જે ફુદીનો લાવો તેની એક ડાળખી જો કુંડામાં આ રીતે વાવી દેશો તો ઘરમાં ફુદીનો ઉગવા લાગશે.
ફુદીનો વાવવા માટે ફુદીનાની મોટી મોટી ડાળખી અલગ કાઢી લો.
ડાળખીમાંથી પાન કાઢી ડાળીને પાણીમાં મુકી દો. 2 દિવસમાં તેમાં મૂળ ઉગવા લાગશે.
ડાળીમાં મૂળ ફુટવા લાગે એટકે માટી ભરેલા કુંડામાં ડાળીને 1 ઈંચનો ખાડો કરી વાવી દો.
કુંડુ એવું લેવું તેમાં નીચે કાણું હોય જેથી એક્સ્ટ્રા પાણી નીકળી જાય.
પ્લાન્ટ ઝડપથી વધે તે માટે માટીમાં છાણનું ખાતર મિક્સ કરવું.