SBI પાસેથી 10 વર્ષ માટે રૂપિયા 50 લાખની હોમ લોન લઈએ તો કેટલી આવે EMI ?

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા હાલમાં 7.50%ના પ્રારંભિક વ્યાજ દરે હોમ લોન આપી રહી છે

તમને આ પ્રારંભિક વ્યાજ દરે હોમ લોન ત્યારે જ મળશે જો તમારો CIBIL સ્કોર બેસ્ટ (800 કે તેથી વધુ) હોય

જો તમે SBI પાસેથી 10 વર્ષ માટે 7.50% વ્યાજ પર રૂપિયા 50 લાખની હોમ લોન લો છો, તો ગણતરી મુજબ તમારી માસિક EMI 59,351 થશે

ગણતરી મુજબ, તમારે આ હોમ લોન માટે રૂપિયા 21,22,106 વ્યાજ તરીકે ચૂકવવા પડશે

આનો અર્થ એ છે કે અંતે તમે SBIને કુલ 71,22,106 પરત કરશો, જેમાં લોનની રકમ અને વ્યાજની રકમનો સમાવેશ થાય છે