પ્રોટીન આપણા શરીરમાં વાળ, આંખો, સ્નાયુ, સ્કિન, હોર્મોંસ અને સેલ્સના ઉત્પાદનમાં મદદ કરે છે.
આજે અમે તમને 8 એવા શાકાહારી ફૂડ વિશે જાણકારી આપીશું, જે તમને માંસાહારી ફૂડથી વધુ પ્રોટીન આપી શકે છે.
સોયા બીન્સ શાકાહારી આહારનો એક મહત્વપૂર્ણ સોર્સ હોઈ શકે છે. સોયામાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોવાની સાથે વિટામિન અને મિનરલ્સ હોય છે.
તોફૂ સોયાથી બનાવવામાં આવે છે અને તે મુખ્ય પ્રોટીન સોર્સ છે. તે વિટામિન અને મિનરલની સાથે કેલ્શિયમ અને આયરનનો પણ સારો સોર્સ છે.
મસૂર દાળમાં માત્ર પ્રોટીન જ નહીં, પરંતુ આયરન, ફાઇબર અને ફોલેટ પણ ભરપૂર માત્રામાં હોય છે.
બ્લેક બીન્સ પણ પ્રોટીન અને ફાઇબરનો સારો સ્ત્રોત હોઈ શકે છે. તેમાં આયરન, મેગ્નીશિયમ અને ફોલેટ હોય છે.
ક્વિનોઆ એક પ્રોટીન હોય છે, જેમાં તમામ જરૂરી એમિનો એસિડ હોય છે. તે ફાઇબર, મેગ્નીશિયમ, ફોસ્ફરસ અને મેંગ્નીઝ પણ હોય છે.
ચિયા સીડ્સ પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ્સ અને ફાઇબર માટે એક સારો સોર્સ હોય છે.
પીનટ બટર પણ પ્રોટીનનો સારો સોર્સ હોઈ શકે છે, વિશેષ કરીને જ્યારે તમે પ્રોટીન અને ફાઈબરની જરૂરીયાત પૂરી કરવા ઈચ્છો છો.