આપણું શરીર અંદર ચાલી રહેલી હલચલનો સંકેત આપતું રહે છે અને આપણે તેને નજરઅંદાજ કરી દઈએ છીએ.
તેવામાં સવારે ઉઠતા જ આપણું શરીર ડાયાબિટીસ જેવી ખતરનાક બીમારીનો સંકેત આપે છે.
ઊંઘની કમી અને થાક સમજી આ સંકેતોને નજરઅંદાજ ન કરો, તે ડાયાબિટીસની એન્ટ્રીના સંકેત હોઈ શકે છે.
જો તમારે સવારે ઉઠવાની સાથે ટોયલેટ જવું પડે છે તો તે હાઈ બ્લડ સુગરનું લક્ષણ હોઈ શકે છે.
કારણ કે આપણું શરીર વધારાના ગ્લુકોઝને યુરિન દ્વારા બહાર કાઢવાનો પ્રયાસ કરે છે.
સવારે આંખ ખુલવાની સાથે તરસ લાગે છે તો આ લક્ષણને હળવાશમાં ન લો.
ડાયાબિટીસ દરમિયાન વધુ તરસ લાગે છે, કારણ કે વારંવાર પેશાબ લાગવાને કારણે શરીર ડિહાઇડ્રેટ થઈ જાય છે.
રાત્રે સારી રીતે ઊંઘ કર્યા બાદ સવારે થાકનો અનુભવ થાય તો તે ડાયાબિટીસનું લક્ષણ હોઈ શકે છે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.