આજકાલ સાંધાના દુખાવા અને સોજાની સમસ્યાની ફરિયાદ કરતા લોકોની સંખ્યા વધી છે.
આજે તમને એવા ઉપાયો વિશે જણાવીએ જેનાથી ઘુંટણના દુખાવાથી રાહત મળી શકે છે.
ડાયટમાં ઓમેગા 3 વાળી વસ્તુઓનો સમાવેશ કરો જેમકે અળસી, ફીશ, અખરોટ
વજ્રાસન અને તાડાસન જેવા યોગ રોજ કરવાથી ઘુંટણ મજબૂત થાય છે.
હળદરવાળું દૂધ પીવાથી સોજાથી રાહત મળી શકે છે અને દુખાવો પણ મટે છે.
મેથી દાણાને પાણીમાં પલાળી ખાવાથી ઘુંટણના સાંધા મજબૂત થાય છે.
ઘુંટણનો દુખાવો મટાડવા હુંફાળા તેલથી રોજ માલિશ કરવી.