કોરોના વાયરસના અલગ અલગ વેરિયંટ સમયે સમયે ફેલાતા રહે છે.
હાલ કોવિડ 19 નું નવું વેરિયંટ સામે આવ્યું છે જેનું નામ નિંબસ છે.
નિંબસ વેરિયંટના કેટલાક લક્ષણો પણ સામે આવ્યા છે જેને ઈગ્નોર કરવાની ભુલ કરવી નહીં.
પહેલું લક્ષણ છે રેઝર બ્લેડ થ્રોટ. જેમાં ગળામાં દુખાવો અને ગળામાં ખરાશ થાય છે.
આ વેરિયંટમાં દર્દીને જડબામાં, કાન પાછળ અને પીઠના ઉપરના ભાગમાં દુખાવો થાય છે.
નાકમાંથી સતત પાણી નીકળવું પણ કોરોનાનું લક્ષણ છે.
કેટલાક કેસમાં જોવા મળ્યું છે કે આ વેરિયંટના દર્દીને અચાનક ભુખ લાગવાનું બંધ થઈ જાય છે.