વરસાદી વાતાવરણમાં સ્કિન ઈન્ફેકશન થવાનું જોખમ વધારે હોય છે.
આજે તમને જણાવીએ કે કઈ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો ચોમાસામાં ત્વચાની સમસ્યા ન થાય.
વરસાદમાં હાઈજીનનું ખાસ ધ્યાન રાખવું.
બહારથી આવો ત્યારે સૌથી પહેલા હાથ અને પગ સારી રીતે સાફ કરી કોરા કરવા જોઈએ.
વરસાદમાં પલળી ગયા હોય તો સૌથી પહેલા ભીના કપડા બદલી લેવા.
વરસાદી વાતાવરણમાં ટાઈટ કપડા પહેરવાનું ટાળવું. હંમેશા ઢીલા કપડા પહેરવા.
ત્વચા પર ફોડલી થઈ જાય તો તેને નખથી ખંજવાળી ફોડવાની ભુલ ન કરવી.