કિડની ડેમેજના લક્ષણ, જોવા મળે તો સીધા ડોક્ટર પાસે પહોંચો

કિડની

મૂત્રનો રંગ કે તેમાં ફીણ જોવા મળે તો તે કિડની ખરાબ હોવાનો સંકેત હોઈ શકે છે.

કિડની ખરાબ થવા પર શરીરમાં કચરો જમા થવા લાગે છે, જેનાથી થાક અને નબળાઇનો અનુભવ થાય છે.

કિડની ખરાબ થવા પર શરીરમાંથી પાણી સારી રીતે બહાર નીકળી શકતું નથી, જેનાથી પગ, એડી અને ચહેરામાં સોજા આવી શકે છે.

કિડનીની ખરાબીથી ફેફસામાં પાણી ભરાઈ શકે છે અને શ્વાસ લેવામાં સમસ્યા આવી શકે છે.

કિડની ખરાબ થવા પર ઇમ્યુનિટી નબળી થવાની સાથે વારંવાર તાવ અને ઠંડી લાગવાની સમસ્યા થઈ શકે છે.

કિડની ખરાબ થવા પર ઘણીવાર પેટમાં દુખાવો, ઉલ્ટી અને ઓછી ભૂખ લાગી શકે છે.

કિડનીની બીમારીથી ત્વચા પર ખંજવાળ આવી શકે છે અને રંગ પણ બદલાઈ શકે છે.

ડિસ્ક્લેમર

અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. જો તમને કોઈ સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લો.