ભારતીય રેલવેને તે કમાલ કર્યો છે, જેનાથી જાપાન અને અમેરિકા પાછળ રહી ગયા છે.
આવો જાણીએ આ પાવરફુલ વસ્તુ વિશે જેમાં મોટા-મોટા દેશો પાછળ રહી ગયા છે.
અમે વાત કરી રહ્યાં છીએ WAG 12B નામના એન્જિનની જે દુનિયાનું સૌથી શક્તિશાળી રેલવે એન્જિન છે અને 12000 HP નું છે.
આ 12 હજાર Horse Power વાલા એન્જિનનું નિર્માણ માલગાડીને ખેંચવા માટે કરવામાં આવ્યું છે, જેનું વજન હજારો ટન હોય છે.
મહત્વનું છે કે 2020 સુધી WAG 11 સૌથી શક્તિશાળી એન્જિન હતું. તેની તાકાત 11000 હોર્સ પાવર હતી.
18 મે 2020ના દુનિયાના આ સૌથી પાવરફુલ એન્જિને પ્રથમ યાત્રા કરી હતી.
આ શક્તિશાળી એન્જિનનું વજન 180 ટન છે અને 6000 ટન વજનની ટ્રેનને સરળતાથી ખેંચી શકે છે.
120ની ગતિથી ચાલનાર આ એન્જિનમાં 1000 લીટર હાઈ કંપ્રેસર કેપિસિટીના બે એમઆર ટેન્ક લાગેલા છે.