વિમાનની બારીમાં કેમ હોય છે નાનું કાણું ? જાણો શું છે તેનું કામ ?

શું તમે ક્યારેય ફ્લાઇટની બારીમાં આ નાનું કાણું જોયું છે ?

વિમાનની દરેક બારીમાં એક નાનું કાણું હોય છે, જેને આપણે અવગણીએ છીએ

આ કાણાને "બ્લીડ હોલ" કહેવામાં આવે છે

આ કાણું બારીના કાચના ત્રણ સ્તરોની વચ્ચે હોય છે

તેનું પહેલું કામ કેબિન અને બહારના દબાણને સંતુલિત કરવાનું છે

જ્યારે વિમાન ઉપર ઉડે છે, ત્યારે બહારનું દબાણ ખૂબ ઓછું થઈ જાય છે. દબાણ ધીમે ધીમે આ કાણા દ્વારા બહાર આવે છે

બીજું કામ બારી પર ધુમ્મસ અથવા ઝાકળ બનતા અટકાવવાનું છે

આ કાણાના કારણે, કોઈ ઘનીકરણ થતું નથી અને તમને સ્પષ્ટ દૃશ્ય જોવા મળે છે