ચોમાસામાં વરસાદ અને વાદળછાયા વાતાવરણના કારણે ઘરમાંથી ભેજની વાસ આવવા લાગે છે.
નોર્મલ પાણીથી ઘરમાં સફાઈ કરવામાં આવે તો આ વાસ જતી નથી.
જો તમે આ વાસથી છુટકારો મેળવવા માંગો છો તો પોતું કરવાના પાણીમાં આ વસ્તુ મિક્સ કરી દો.
પોતું કરતી વખતે પાણીમાં લીંબુનો રસ અને તુલસીનો રસ મિક્સ કરી દેવો.
તુલસી અને લીંબુની સુગંધથી કીડા-મકોડા ભાગી જશે અને વાસ પણ દુર થઈ જશે.
પોતું કરવાના પાણીમાં 2 ચમચી લીંબુનો રસ ઉમેરી તેનાથી ઘરમાં સફાઈ કરવી.
આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરીને તમે ઘરમાં છાંટી પણ શકો છો. તેનાથી પણ ઘરમાંથી વાસ દુર થશે.