લસણીયા ભુંગળા બટેટા બનાવવા માટે સૌથી પહેલા નાના બટેટાને બાફી લેવા.
બટેટા સિવાય સામગ્રીમાં લસણ, કાશ્મીરી સુકા લાલ મરચાં, કાશ્મીરી મરચું પાવડર, ધાણાજીરું, લીંબુ, મીઠું, લીલા ધાણા, મીઠી ચટણી અને ખારી સીંગ અને તળેલા ભુંગળાની જરૂર પડશે.
સૌથી પહેલા કાશ્મીરી સુકા લાલા મરચાંને પાણીમાં પલાળી દો, 10 થી 15 મિનિટ પછી પલાળેલા મરચાં અને લસણની પેસ્ટ બનાવી લો.
એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં લસણ-મરચાંની પેસ્ટ સાંતળો. ત્યારબાદ તેમાં કાશ્મીરી લાલ મરચું, ધાણાજીરું ઉમેરો.
તેલ છુટું પડે પછી તેમાં બાફેલી બટેટી ઉમેરી દો અને બટેટાને મસાલામાં સાંતળો. અને થોડું ગરમ પાણી એડ કરી ગ્રેવી તૈયાર કરો.
ત્યારબાદ બટેટા સર્વ કરવા માટે એક બાઉલમાં બટેટા લઈ તેના પર મીઠી ચટણી, ખારીસીંગ, ધાણા ઉમેરો.
આ રીતે તૈયાર કરેલા બટેટાને તળેલા ભૂંગળા સાથે સર્વ કરો.